ગઢડા ગોપીનાથજી મંદિરના સાધુએ આચાર્ય પક્ષની સાંખ્યયોગી બેહનો વિરુદ્ધ અરજી આપી પોલીસે તપાસ હાથ ધરી - At This Time

ગઢડા ગોપીનાથજી મંદિરના સાધુએ આચાર્ય પક્ષની સાંખ્યયોગી બેહનો વિરુદ્ધ અરજી આપી પોલીસે તપાસ હાથ ધરી


ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન દ્વારા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી વિરુદ્ધ કરેલ ટિપ્પણી ને મામલે 21 માર્ચે રાત્રિના આચાર્ય પક્ષના 20 જેટલા સાંખ્યયોગી બહેનોએ ગોપીનાથજી મંદિરના ચેરમેન તેમજ સંતો જમતા હતા તે જગ્યાએ જઈને ઉગ્ર બોલાચાલી કરી હતી જે મામલે ગોપીનાથજી મંદિરના સાધુ ગોપીનાથ ચરણદાસે અલ્પાબેન, શેફાલી બેન સહિત 15 - 20 સાંખ્યયોગી બહેનો વિરુદ્ધ ગઢડા પોલીસમાં અરજી આપી હતી એસપી સ્વામી ઘનશ્યામ વલ્લભ સ્વામીએ આ આયોજન કરાવ્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે અરજીને લઈને ગઢડા પોલીસે તપાસ હાથ ધરી છે સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ ગણાતું ગઢડા ગોપીનાથજી મંદિર જે વિવાદમાં આવી રહ્યું છે ત્યારે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિપ્રકાશ દાસજી સ્વામી દ્વારા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી વિરુદ્ધ પદભ્રષ્ટ આચાર્ય નામનો ઉલ્લેખ કરવામાં આવતા ગોપીનાથજી મંદિરમાં સેવા પૂજા કરતી આચાર્ય પક્ષની સાંખ્યયોગી બહેનોમાં રોષ ફેલાયો હતો 21 માર્ચના રાત્રિના સમયે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિપ્રકાશ દાસજી સ્વામી તેમજ અન્ય સંતો પોતાના રૂમે જમતા હતા તે દરમિયાન આચાર્ય પક્ષની સાંખ્યયોગી બેહનો ઘસી ગઈ હતી અને હરિજીવનદાસજી સ્વામી અને સંતો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી આચાર્ય મહારાજ વિરોધ કરેલી ટિપ્પણીને લઈને ચેરમેન હરી જીવનદાસજી સ્વામી માફી માગે તેવી માંગ કરાઈ હતી સાધુઓ દ્વારા પોલીસને જાણ કરાતા તાત્કાલિક ગઢડા પોલીસ કાફલો મંદિરે પહોંચી મામલો થાળે પાડયો હતો જે મામલે ગોપીનાથજી મંદિરના સાધુ ગોપીનાથ ચરણદાસે અલ્પાબેન શેફાલી બેન સહિત 15- 20 સાંખ્યયોગી બહેનો વિરુદ્ધ માં ગઢડા પોલીસ સ્ટેશનમા અરજી આપી હતી જ્યારે ગઢડા પોલીસે અરજીને લઈ તપાસ શરૂ કરી છે જે સમગ્ર મામલે બોટાદના ડીવાયએસપી એ મીડીયાને માહીતી આપી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.