નાના મૌવા રોડ પરના માહીન મયુર ભજીયામાંથી પ કિલો વાસી સમોસાનો નાશ - At This Time

નાના મૌવા રોડ પરના માહીન મયુર ભજીયામાંથી પ કિલો વાસી સમોસાનો નાશ


રાજકોટ, તા. ર૧ : મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા નાના મૌવા રોડ, સિલ્‍વર પોઈન્‍ટ કોમ્‍પ્‍લેક્‍સ, શોપ નં. ૬, શાષાીનગર (અજમેરા) ગેઇટ સામે, આવેલ અનલિમિટેડ ભજીયા ડિશનું વેચાણ કરતી પેઢી માહીન મયુર ભજીયાંમાં ચકાસણી કરેલ તપાસ દરમિયાન સ્‍થળ પર ભજીયા બનાવવામાં વપરાતા બિન આરોગ્‍યપ્રદ સ્‍થિતિમાં રાખેલ શાકભાજી, બટેટા ધોયા તથા સાફ કર્યા વગર ઉપયોગમાં લેવાતાનું માલૂમ પડેલ તેમજ જાળી વગર ખુલ્લા રાખેલ ખાદ્ય પદાર્થો સ્‍થળ પર જોવા મળેલ જે અંગે સ્‍થળ પર ખુલ્લા વાસી સમોસાં ૦૫ કિલો જથ્‍થાનો નાશ કરેલ તથા યોગ્‍ય સ્‍ટોરેજ તથા હાજિનિક કંડીશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્‍થળ પરથી મીઠી ચટણીનો નમૂનો લેવામાં આવેલ.
તેમજ મહાત્‍માગાંધી સ્‍કૂલ પાસે, હરિદ્વાર હાઇટ્‍સ સામે, નાના મૌવા રોડ, પર આવેલ ઢોસા ડોટ ઇન (પ્રમુખરાજ ફૂડ) પેઢીમાં ચકાસણી કરેલ તપાસ દરમિયાન સ્‍થળ પર હાજિનિક કંડીશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્‍થળ પરથી સાંભાર નો નમૂનો લેવામાં આવેલ.
નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ મીઠી ચટણી (લુઝ): સ્‍થળ -માહીન મયુર ભજીયાં -સિલ્‍વર પોઈન્‍ટ કોમ્‍પ્‍લેક્‍સ, શોપ નં. ૬, શાષાીનગર (અજમેરા) ગેઇટ સામે, નાના મૌવા રોડ,. સાંભાર (પ્રિપેર્ડ -લુઝ) સ્‍થળ - ઢોસા ડોટ ઇન (પ્રમુખરાજ ફૂડ) -મહાત્‍માગાંધી સ્‍કૂલ પાસે, હરિદ્વાર હાઇટ્‍સ સામે, નાના મૌવા રોડ,. ચિકન મસાલા (પ્રિપેર્ડ -લુઝ): નેશનલ રેસ્‍ટોરન્‍ટ - લાખાજીરાજ રોડ, પ્રહલાદ સિનેમાની સામે, મટન મસાલા (પ્રિપેર્ડ -લુઝ) ઇકબાલ રેસ્‍ટોરન્‍ટ -લાખાજીરાજ રોડ, પ્રહલાદ સિનેમાની પાછળ, ચિકન સુલતાના (પ્રિપેર્ડ -લુઝ) હોટ એન્‍ડ મોર -જવાહર રોડ, મહાત્‍મા ગાંધી વિદ્યાલય સામેની પાંચ નમૂના લેવાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.