હવે ક્રિપ્ટોકરન્સી ઇથર પર ટેક્સ ભરવા માટે તૈયાર રહેજો, જાણો શું છે સમગ્ર મામલો - At This Time

હવે ક્રિપ્ટોકરન્સી ઇથર પર ટેક્સ ભરવા માટે તૈયાર રહેજો, જાણો શું છે સમગ્ર મામલો


ક્રિપ્ટોકરન્સીના માર્કેટમાં સતત નવો નવો ટ્રેન્ડ જોવા મળતો હોય છે. દુનિયાની સૌથી મોની બીજા નંબરની ક્રિપ્ટોકરન્સી ઇથરને સંચાલિત કરનારા પોપ્યુલર ક્રિપ્ટો નેટવર્ક ઇથેરિયમમાં અત્યાર સુધીની સૌથી મોટી સિસ્ટમ અપગ્રેડ થવા જઇ રહી છે. તેને Merge નામ આપવામાં આવ્યું છે. તેનાથી ઇથેરિયમ બ્લોકચેઇન ઇકોસિસ્ટમમાં હાજર લોકોને કોઇ ટેકનિકલ મુશ્કેલી નહીં આવે પરંતુ ભારતમાં ઇથર હોલ્ડ કરતા રોકાણકારોને ટેક્સ ચૂકવવાની નોબત આવી શકે છે. તેનાથી તેઓના વોલેટમાં ઇથર હોલ્ડિંગ્સ બે રીતે વિભાજીત થઇ જશે. તેમાં ડિજીટલ કોઇન ઉપરાંત Ether 'Pow' પણ હશે.

મર્જ શું છે

મર્જ એક સોફ્ટવેર ચેન્જ છે જેનાથી ઇથેરિયમમાં એનર્જીનો ઉપયોગ 99 ટકા ઘટી જશે. તેનાથી બ્લોકચેનમાં વીજળીના વધુ વપરાશની સમસ્યાથી છૂટકારો મળશે. મર્જ મારફતે બ્લોકચેનને વેલિડેટ કરવા માટે હવે પ્રૂફ ઓફ વર્કને બદલે પ્રૂફ ઓફ સ્ટેક સિસ્ટમ અપનાવાશે. તેમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન પણ સામેલ છે. PoWમાં મોટા પાયે વીજ વપરાશ થાય છે. જ્યારે પીઓએસમાં ઓછો વીજ ખર્ચ થાય છે.

Pow અને PoS શું હોય છે

આ એક એવી પ્રક્રિયા છે જેના મારફતે બ્લોકચેન્સની અંદર બ્લોક બનાવવામાં આવે છે અને જૂના બ્લોક્સને વેલિડેટ કરવામાં આવે છે. PoW અંતર્ગત ઇથેરિયમે જટિલ એલગોરિધમ તેમજ મેથેમેટિકલ સમસ્યાઓના નિરાકરણ માટે કમ્પ્યુટરના નેટવર્કને ડિસેંટ્રલાઇઝ્ડ કર્યું છે. કમ્પ્યુટરના માલિકને માઇનર્સ કહેવાય છે. તેઓ બ્લોક્સ સોલ્વ તેમજ વેલિડેટ કરે છે. તેઓને નવી ક્રિપ્ટોકરન્સી આપવામાં આવે છે. PoS સિસ્ટમ અંતર્ગત અત્યારના ક્રિપ્ટો હોલ્ડર્સ પોતાની હોલ્ડિંગ્સને પુટ અપ કરવાની જરૂરિયાત હશે, નવા ટ્રાન્ઝેક્શનને વેલિડેટ કરવાનું રહેશે તેમજ તેઓને ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવણી કરવામાં આવશે. પીઓએસ સિસ્ટમમાં જો કોઇ માઇનર સિસ્ટમ સાથે કંઇ કરે છે અથવા કોઇ ફ્રોડ કરવાનો પ્રયાસ કરે છે, તો સિસ્ટમ ક્રિપ્ટોને પરત લઇ લે છે. જો કોઇ ટ્રાન્ઝેક્શનને વેલિડેટ કરવામાં નિષ્ફળ નિવડે છે તો તેને પોતાનો દરેક હિસ્સો ગુમાવવાનો વારો આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.