5G In India : સરકારે ટેલિકોમ કંપનીઓને આપ્યો ટાર્ગેટ, કહ્યું- જલ્દી 5G સેવા શરૂ કરો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5g-in-india-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2%e0%aa%bf%e0%aa%95%e0%ab%8b%e0%aa%ae-%e0%aa%95%e0%aa%82%e0%aa%aa%e0%aa%a8%e0%ab%80%e0%aa%93%e0%aa%a8/" left="-10"]

5G In India : સરકારે ટેલિકોમ કંપનીઓને આપ્યો ટાર્ગેટ, કહ્યું- જલ્દી 5G સેવા શરૂ કરો


ભારત સરકારે ટેલિકોમ કંપનીઓને ટૂંક સમયમાં દેશમાં 5G સેવા શરૂ કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. સરકારે આ કંપનીઓને ટુંક સમયમાં 5G ટેલિકોમ સર્વિસનું 80 % કવરેજ કરવા કહ્યું છે. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ માહિતી આપી હતી. વૈષ્ણવે કહ્યું કે, ભારતમાં 5G કનેક્ટિવિટીની સફર રોમાંચક બનવાની છે. ઘણા દેશોમાં, 5Gનું 40 % કવરેજ મેળવવામાં વર્ષો લાગ્યા, પરંતુ અમે ટુંક સમયમાં 80 % કવરેજ કરીશું. જણાવી દઈએ કે, તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે ઓક્ટોબર સુધીમાં દેશમાં 5G સેવા શરૂ થઈ જશે.

ગુરુવારે કેન્દ્રીય માહિતી અને ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં એક ઉદ્યોગ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારતમાં 5G કનેક્ટિવિટીની સફર રોમાંચક બનવાની છે. અમે ટૂંકા ગાળામાં દેશના મોટાભાગના પ્રદેશોને 5G કનેક્ટિવિટી સાથે જોડવા માટે કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ઘણા દેશોમાં 40 થી 50 % કવરેજ મેળવવામાં વર્ષો લાગ્યા છે, પરંતુ અમે ચોક્કસપણે ટૂંકા સમયમાં દેશના 80 % ભાગોમાં 5G કનેક્ટિવિટી કવરેજ મેળવીશું. તેમણે ટેલિકોમ કંપનીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતાઓને ઝડપી 5G કનેક્ટિવિટી પર કામ કરવા અને ટૂંકા સમયમાં 80 % કવરેજ પ્રાપ્ત કરવા જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]