વડોદરા: પત્ની સાથે આડા સંબંધની અદાવતે પ્રેમી ઉપર ચાકુ વડે હુમલો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%b5%e0%aa%a1%e0%ab%8b%e0%aa%a6%e0%aa%b0%e0%aa%be-%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%a5%e0%ab%87-%e0%aa%86%e0%aa%a1%e0%aa%be-%e0%aa%b8%e0%aa%82%e0%aa%ac/" left="-10"]

વડોદરા: પત્ની સાથે આડા સંબંધની અદાવતે પ્રેમી ઉપર ચાકુ વડે હુમલો


વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં પત્ની સાથે આડા સંબંધની અદાવતે પતિએ વિસ્તારમાં જ રહેતા પ્રેમી ઉપર ચાકુ વડે હુમલો કરતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટના અંગેની વિગત એવી છે કે, કિશનવાડી વિસ્તારના સુભાષચોક ખાતે રહેતો ક્રિષ્ણા માછી ખાનગી કંપનીમાં નોકરી કરે છે.ગઈકાલે વિસ્તારના શ્રીજીની સ્થાપના કર્યા બાદ તે પંડાલ પાસે બેઠો હતો. તે સમયે વિસ્તારમાં જ રહેતા યોગેશ તડવીએ અચાનક ઘસી આવી ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમાં ક્રિષ્ણાને હાથના ભાગે ઈજા પહોંચી હતી. હુમલાખોર ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત યુવક હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્રે નોંધનીય છે કે, ફરિયાદીએ ઝઘડાનું કારણ બે વર્ષ અગાઉ યોગેશ તડવીની પત્ની સાથેના પ્રેમ સંબંધની અદાવત હોવાનું જણાવ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે ગુનો નોધી હુમલાખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.ગઈકાલે વિસ્તારના શ્રીજીની સ્થાપના કર્યા બાદ તે પંડાલ પાસે બેઠો હતો. તે સમયે વિસ્તારમાં જ રહેતા યોગેશ તડવીએ અચાનક ઘસી આવી ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમાં ક્રિષ્ણાને હાથના ભાગે ઈજા પહોંચી હતી. હુમલાખોર ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત યુવક હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્રે નોંધનીય છે કે, ફરિયાદીએ ઝઘડાનું કારણ બે વર્ષ અગાઉ યોગેશ તડવીની પત્ની સાથેના પ્રેમ સંબંધની અદાવત હોવાનું જણાવ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે ગુનો નોધી હુમલાખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]