પાટણ શહેરી વિસ્તાર માટે ઘન કચરા નિકાલ માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા - At This Time

પાટણ શહેરી વિસ્તાર માટે ઘન કચરા નિકાલ માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા


પાટણ શહેરી વિસ્તાર માટે ઘન કચરા નિકાલ માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા સરકાર દ્વારા કેટલીક નવી શરતો લાગુ કરવામાં આવનાર હોઈ હાલની ટેન્ડર પ્રક્રિયા સ્થગિત કરી નવેસરથી ટેન્ડર કરાશે શહેરી વિસ્તારોમાં એકત્ર થયેલા લેગેસી વેસ્ટનો નિકાલ ઝડપથી કરવા માટે સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી રહી છે ત્યારે પાટણ શહેરમાં મંજૂર થયેલા પ્લાન્ટ માટે થયેલી ટેન્ડર પ્રક્રિયા થયા પછી સરકાર દ્વારા નિયમો બદલાતા ટેન્ડર પ્રક્રિયા નવેસરથી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.પાટણ શહેરમાંથી દરરોજ સરેરાશ 45 ટન જેટલો ઘન કચરો નીકળી રહ્યો છે અને માખણીયા તળાવ પાસે આવેલ ડમ્પીંગ સાઈટ ઉપર ખડકાઈ રહ્યો છે અત્યાર સુધીમાં અંદાજે 2.50 લાખ ટન કચરો એકત્ર થયાનું પાલિકાનું અનુમાન છે સ્વચ્છ ભારત મિશનમાં લેગેસી વેસ્ટના નિકાલ માટે વધારે ભાર મૂકવામાં આવતા પાટણ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ઘન કચરા પ્લાન્ટ સ્થાપવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી અને સરકાર દ્વારા સૌપ્રથમ પાટણ નગરપાલિકાને રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી તેને એક વર્ષ થયા પછી ટેન્ડર પ્રક્રિયા પાઇપલાઇન હેઠળ હતી .તાજેતરમાં નગરપાલિકા દ્વારા ટેન્ડર કરાયું હતું જેમાં એજન્સી નિયુક્ત કરવાની જ કામગીરી બાકી છે ત્યારે સરકાર દ્વારા કેટલીક નવી શરતો લાગુ કરવામાં આવનાર છે એટલે હાલની ટેન્ડર પ્રક્રિયા થોડોક સમય હોલ્ટ કરવામાં આવશે અને નવી ગાઈડ લાઈન પ્રમાણે નવેસરથી ટેન્ડર કરવામાં આવશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon