નેત્રંગ તાલુકા ના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર એક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર યુવાને આત્મહત્યા કરી કે હત્યા તે રહસ્ય અકબંધ * ડીવાયએસપી સહીતના અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા*
નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર ચંદ્રકાન્ત પટેલના ખેતરમાં સવારના સમયે પસાર થતાં ખેતમજુરોને એક મૃતદેહ નજરે પડયો હતો.જેમાં ખેતમજુરે નેત્રંગ પોલીસનો સંપર્ક કરીને જાણ કરતાં તાત્કાલિક પોલીસ કમઁચારી ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી.જેમાં વાલીયા તાલુકાના ડુંગરી ગામના મેહુલ ઉર્ફે અનિલ ચંપક વસાવા(ઉ.૨૪) મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું.નેત્રંગ પોલીસે બનાવની ગંભીરતા જાણી યુવાનના મૃતદેહને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે,કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપરથી ૨૪ વષીંય યુવાનનો મૃતદેહ મળતા યુવાને આત્મહત્યા કરી કે યુવાનની હત્યા કરવામાં આવી જે રહસ્ય હાલ અકબંધ છે.યુવાનના મૃતદેહ પાસેથી એક મોટરસાયકલ પોલીસે કબ્જે કર્યું છે.અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડૉ.કુશલ ઓઝા અને પોલીસ કમઁચારી ઘટનાસ્થળની મુલાકાત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપરથી ૨૪ વષર્ષીય યુવાનનો મૃતદેહ મળી બનાવની જાણ વાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.