જસદણમાં લાતી પ્લોટ વિસ્તારમાં એક મહિલા દેશી દારૂ સાથે ઝડપાઈ - At This Time

જસદણમાં લાતી પ્લોટ વિસ્તારમાં એક મહિલા દેશી દારૂ સાથે ઝડપાઈ


જસદણમાં લાતી પ્લોટ વિસ્તારમાં એક મહિલા દેશી દારૂ સાથે ઝડપાઈ

જસદણ પોલીસ સ્ટાફ ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન ફરતા ફરતા જસદણ જુના બસ સ્ટેશન પાસે પહોંચતા જસદણ લાતી પ્લોટ વિસ્તારમા રહેતા હંસાબેન વા/ઓ રમેશભાઇ મકવાણાએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને દેશી દારૂ વેચાણ અર્થે રાખેલ હતી જેથી બારનું લોખંડનાં દરવાજાવાળુ એક રહેણાંક મકાન આવેલ હોય અને મકાનની બહાર થી આપ હંસાબેન નામથી પોલીસ સાદ પાડતા એક મહીલાએ દરવાજો ખોલતા જેનુ રૂબરૂ નામઠામ પુછતા પોતે પો તાનુ નામ હંસાબેન વા/ઓ રમેશભાઇ તળશીભાઇ મકવાણા જાતે.દે.પુ. ઉ.વ.૪૭ ધંધો.ઘરકામ રહે.જસદણ લાતી પ્લોટ વિસ્તાર, ગોખલાણા રોડ તા.જસદણ જી.રાજકોટવાળી હોવાનુ જણાવેલ. આમ હંસાબેને પોતાના કબ્જા ભોગવટા રહેણાંક મકાનમા ગે કા. આધાર વગર વેચાણ કરવાના ઇરાદે દેશી દારૂ લીટર-૦૪ કિ.રૂ.૮૦/-નો પોતાના કબજામાં રાખી મળી આવતા પ્રોહી કલમ-૬૫ (એ)(એ) મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે તત્કાલ અટકાયત કરેલ.

Report By Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.