મ્યુનિસિપલ હાઇસ્કુલ, થાનગઢમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. - At This Time

મ્યુનિસિપલ હાઇસ્કુલ, થાનગઢમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.


આજ રોજ શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ, થાનગઢ માં ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ અને વિદાય સમારંભ યોજાયો. વર્ષ દરમીયાન શિક્ષણ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ વિદ્યાર્થીઓને શાળા તરફથી મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવેલ અને ગયા વર્ષે ધોરણ 10 અને 12 મા શાળામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર તેમજ અલગ અલગ વિષયમાં સૌથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ હતું આ સાથે આચાર્યશ્રી નુ અને શિક્ષકો નુ પણ સન્માન કરવામાં આવેલ હતુ, આ કાર્યક્રમમાં દાતાશ્રીઓના દાનની સરવાણી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા જેમાં શાહબુદ્દીન રાઠોડ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તક આપવામાં આવેલ અને રોકડમાં ઇનામ આપેલ.આ અને લાયન્સ ક્લબ ના સભ્યો દ્વારા ચોપડા અને પેનનું વિતરણ, નગરપાલિકાના નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા પણ રોકડમાં ઇનામ આપવામાં આવેલ અને ચોપડા અને પેનનુ વિતરણ કરવામાં આવેલ તેમજ થાન ના ભામાશા તરીકે પ્રખ્યાત એવા હીરાભાઈ મીર દ્વારા રોકડ ઇનામ અને વિકલાંગ વિદ્યાર્થી ને બેટરી વાળી સાયકલ ભેટ આપવામાં આવનાર છે
આ કાર્યક્રમમાં મહેમાનો મા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, મનુભા ગઢવી, વિજયભાઈ ભગત, બકુલ સિંહ રાણા, હીરાભાઈ મીર,લાયન્સ ક્લબ ના અકબરભાઈ મીનાપરા ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ થાન નગરપાલિકા ના નવા ચૂંટાયેલ સભ્યો હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રી તેમાં શાળા પરિવાર જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image