પોલીસ પકડથી ભાગતો ફરતો લોકસાહિત્યકાર દેવાયત ખવડ આખરે ક્રાઈમ બ્રાંચ સમક્ષ થયો હાજર - At This Time

પોલીસ પકડથી ભાગતો ફરતો લોકસાહિત્યકાર દેવાયત ખવડ આખરે ક્રાઈમ બ્રાંચ સમક્ષ થયો હાજર


રાણો રાણાની રીતે' ફેમ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને બે વ્યક્તિઓએ મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો. ઘટનાના CCTV પણ ખૂમ વાયરલ થયા હતા. જે બાદ તે સાત ડિસેમ્બરથી જ ફરાર હતો. હાલ સમાચાર મુજબ દેવાયત ખવડને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. રાજકોટ પોલીસ દેવાયત ખવડ અને હુમલામાં સામેલ તેના સાગરીતોને મારામારીનો આ વિડીયો હવે જગજાહેર થયા બાદ જ મયુરસિંહના પરિવારજનોએ તેણે પકડવાની માંગ કરી હતી.
સુત્રો મુજબ વિવાદ બાદ ભોગ બનનાર મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના PMO સુધી પહોંચાડી છે અને સમગ્ર મામલાને તટસ્થતાથી તપાસવામાં આવે એમ માંગ પણ કરી છે.
સર્વેશ્વર ચોકમાં જુની અદાવતને કારણે મયુરસિંહ રાણા નામના યુવક ઉપર ખુની હુમલો કરવાના ગુનાના આરોપી લોક ગાયક દેવાયત ખવડને અઠવાડીયું વીતી જવા છતાં પોલીસ પકડી શકી નથી. મયુરસિંહના પરિવારજનોનો આક્ષેપ છે કે, ગુજરાતના અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે દેવાયત ખવડને ગાઢ સંબંધ છે. જેને કારણે પડદા પાછળ કોઈ તેને સાથ આપી રહ્યું છે.
ઘવાયેલા મયુરસિંહના પિતરાઈ ભાઈ પ્રદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે, જો 48 કલાકમાં દેવાયત ખવડની પોલીસ ધરપકડ નહી કરે તો પરિવારના સભ્યો પોલીસ કમિશ્નર કચેરી સામે ઉપવાસ આંદોલન કરશે.
તેણે વધુમાં જણાવ્યું કે, જો દેવાયતને પોલીસ તાત્કાલીક પકડી તેના જુના કેસોની તપાસ કરશે તો તેના અસલી ચારીત્ર વિશેની માહિતી બહાર આવશે. જો દેવાયતની જગ્યાએ બીજા કોઈ આરોપી હોત તો અત્યાર સુધીમાં પોલીસે તેને પકડી કાયદાનું ભાન પણ કરાવ્યું હોત.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.