કાલુપુર કાપડ માર્કેટમાં છેતરપિંડીનો મોટો ખુલાસો: બે વેપારીઓએ મીડિયાસમક્ષ પુરાવા સાથે રજૂઆત કરી
અમદાવાદ: શહેરના કાલુપુર કાપડ માર્કેટમાં બે વેપારીઓ સાથે થયેલી છેતરપિંડીનો મોટો મામલો પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ પહેલાં, વેપારીઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે દલાલ અર્જુન કૃષ્ણાની, કે.ઓમ.ક્રિએશનના માલિક નિકુંજ પટેલ અને લોકેશભાઈ લાલવાણી દ્વારા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
પુરાવા સાથે વેપારીઓની રજૂઆત
આ મામલે વેપારીઓએ મીડિયા સમક્ષ તેમની સાથે થયેલી છેતરપિંડીના પુરાવા રજૂ કર્યા હતા. તેમાં બાઉન્સ થયેલા ચેક, પૈસાની ઉઘરાણી દરમિયાન થયેલા ઓડિયો રેકોર્ડિંગ્સ તેમજ માલ સપ્લાય કર્યાનું જી.એસ.ટી બીલ સામેલ છે. આ પુરાવાઓને આધારે વેપારીઓએ દાવો કર્યો કે તેઓએ માલની ચુકવણીના વચન આપ્યા બાદ પણ દલાલ અને અન્ય વેપારીઓએ પૈસા ચુકવ્યા નથી.
સમગ્ર કાપડ બજારમાં ચકચાર
મિડિયામાં આ મામલો પ્રકાશમાં આવતા કાલુપુર કાપડ માર્કેટના વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે. વેપારીઓમાં ભયનું માહોલ જોવા મળ્યો છે અને ઘણા વેપારીઓ આ પ્રકારના કિસ્સાઓ સામે એકજૂટ થવા માટે આગળ આવી રહ્યા છે.
વિરોધમાં વેપારીઓનો અવાજ ઉઠ્યો
આક્ષેપો લાગતા, સંકળાયેલા વ્યક્તિઓમાંથી લોકેશભાઈ લાલવાણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી પોતાનો ખુલાસો આપ્યો હતો. આ વીડિયોમાં તેઓ આક્ષેપો પર પોતાનું સમર્થન રજૂ કરી રહ્યા છે.
પોલીસ ફરિયાદ અને સત્યની શોધ
જોકે, સુનિલભાઈ ચૌધરી અને કમલભાઈ રાઘાણી નામના બે વેપારીઓ, જેમણે પુરાવા સાથે પોતાની સાથે થયેલ છેતરપિંડી અંગે નિવેદન આપ્યું હતું, તેમણે કાલુપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર અરજી પણ નોંધાવી છે.
આમાં સત્ય શું છે એ તપાસનો વિષય છે, અને જો પોલીસ યોગ્ય તપાસ કરશે તો આ કેસની હકીકત બહાર આવશે. કાપડ માર્કેટના અન્ય વેપારીઓ પણ આ મુદ્દે સજાગ બની રહ્યા છે અને વેપાર સંબંધિત નાણાકીય લેવડ-દેવડ વધુ સાવધાનીપૂર્વક કરવાની સલાહ આપી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાના વધતા વળાંકો અને પોલીસ તપાસની પ્રગતિ પર તમામ વેપારીઓ અને સામાન્ય નાગરિકોની નજર ટકેલી છે.
નોંધ: વીડિયોમાં પ્રથમ ઝલક એ વેપારીઓની છે, કે જેમણે પોતાની સાથે થયેલ છેતરપિંડીના આક્ષેપ કર્યા છે અને બીજા વીડિયોમાં વેપારી દ્વારા જેમનાં પર છેતરપીંડીનો આક્ષેપ લગાવ્યો હતો તેનો ખુલાસો કરતાં વેપારીનો છે.)
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
