દેવધા ગામે ટ્રેકટરમાં ઘાસચારાની આડમાં સંતાડી લઈ જવાતો ૨.૨૬ લાખનો દારૂનો જથ્થો ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો. - At This Time

દેવધા ગામે ટ્રેકટરમાં ઘાસચારાની આડમાં સંતાડી લઈ જવાતો ૨.૨૬ લાખનો દારૂનો જથ્થો ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો.


ઘાસચારાની આડમાં લઈ જવાતી ૨.૨૬ લાખની વિદેશી દારૂની ૪૭ પેટી મળી આવી.

બૂટલેગરો રાજ્ય બહારથી ગુજરાતમાં દારૂ મંગાવી પોતાનો ધંધો ધમધમતો રાખવા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખવા અવનવા કિમિયા અપનાવતા હોય છે ત્યારે ગરબાડા પોલીસે ટ્રેકટરમાં ઘાસચારાની આડમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડયો છે.

ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો પોલીસ મથકે હાજર હતા તે દરમિયાન પીએસઆઈ જે.એલ પટેલને બાતમી મળી હતી કે મધ્ય પ્રદેશના સૂતિયા જાલમ ગામ તરફથી એક લાલ રંગના મહિન્દ્રા ટ્રેકટર એમ.પી.૪૫ એ.એ.૮૧૦૫ ની ટ્રોલીમાં લીલું ઘાસ ભરીને ઘાસની નીચે દારૂ ભરી દેવધા ગામના કાળિયા ફળિયાના જંગલ તરફ આવનાર છે જે ટ્રેકટરનું પાઈલોટિંગ એક મોટર સાયકલ પર બે ઈસમો કરી રહ્યા છે જે બાતમીના આધારે પીએસઆઈ,તેમજ અ.હે.કો.ઉપદેશકુમાર વિજયભાઈ સહિત પોલીસ સ્ટાફની ટીમ દેવધા ગામના કાળિયા ફળિયામાં વોચ રાખી ઊભા હતા તે દરમિયાન મોટર સાયકલ પર બે ઈસમો આવતા પોલીસને જોઈ નાસી જતાં તેનો પીછો કરતા તે દરમિયાન બાતમી વાળું ટ્રેકટર આવી જતા તેને ઊભું રખાવી ટ્રેકટરની ટ્રોલીમાં ઘાસ નીચે તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.પોલીસે ૨,૨૬,૫૬૦ની કિંમતનો વિદેશી દારૂની ૪૭ પેટીઓ જેમાં ૧૮૪૮ નંગ કબ્જે કરી ટ્રેકટર ટ્રોલી તેમજ મોબાઇલ ફોન મળી કુલ ૩,૮૧,૫૬૦ ના મુદ્દામાલ સાથે મધ્ય પ્રદેશના રાણપુર તાલુકાના સુતિયાં જાલમ ગામના ટ્રેકટર ચાલક મુકેશભાઈ કિરણભાઈ પરમાર ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે દેવધા ગામના અર્જુનભાઈ હેમચંદ દેહદા,દશલા ગામના વિશાલ ધનજી પરમાર, તથા રાણાપૂરના વિજયભાઈ સોનીને વોન્ટેડ જાહેર કર્યા છે.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.