નેત્રંગ ના કંબોડિયા ગામે આંકફરક નો જુગાર રમાડનારો ઝડપાયો
નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલા કંબોડિયા ગામે નેત્રંગ પોલીસે આંક ફરકના આંકડાનો જુગાર રમાડતા એક શખ્સને કુલ રૂ.૧,૮૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. નેત્રંગ પોલીસ ચાસવડ બીટ વિસ્તારમાં ખાનગી વાહનમાં તા.૨૪મીએ પેટ્રોલિંગમાં હતી. એ સમયે બાતમી મળી હતી કે, કંબોડિયા ગામે પંચાયત ફળિયામાં રહેતો ધર્મેન્દ્ર રમણ વસાવા સુરેશ દમણીયા વસાવાના ઘર પાછળ આવેલા ગુંદાના ઝાડ નીચે બેસી આંક ફરકના આંકડાનો સટ્ટા બેટિંગનો જુગાર રમાડે છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં આંકડાનો જુગાર લખતો ધર્મેન્દ્ર રમણ વસાવા ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી પોલીસે રોકડા રૂ.૧,૬૮૦, અંગજડતીના રોકડા રૂ.૨૦૦ મળી કુલ રૂ.૧,૮૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.