મુડેટી ગામની વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો એ દ્વારકા ખાતે યોજાયેલ રાજ્યસ્તરીય સ્પર્ધામાં ભાગ લઈ નામ રોશન કર્યું
મુડેટી ગામની વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો એ દ્વારકા ખાતે યોજાયેલ રાજ્યસ્તરીય સ્પર્ધામાં ભાગ લઈ નામ રોશન કર્યું
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મુડેટી ગામમાં આવેલ વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો એ "દેવભૂમિ" દ્વારકા ખાતે આવેલ શંકરાચાર્ય ગુરુકુલમ ખાતે યોજાયેલ ૩૩ મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં રામાયણ, સાંખ્યયોગભાષણ, વ્યાકરણશલાકા, કાવ્યશલાકા, ઉપનિષદકંઠ પાઠ, મીમાંસાકંઠ પાઠ, આદિ કુલ- ૩૬ જેટલી સ્પર્ધાઓના આયોજનમાં રાજ્યભરની ૪૦ થી વધુ સંસ્કૃત પાઠશાળાના કુલ ૭૦૦ જેટલા ઋષિકુમારો એ ભાગ લીધો હતો જેમાં મુડેટી પાઠશાળાના બે ઋષિકુમારો રાજ ગોસ્વામી અને ભારથ રાવલે " શાસ્ત્રીય સ્ફુર્તિ સ્પર્ધા" (શાસ્ત્રાર્થ ) મા ત્રીજો નંબર મેળવી અને ઉક્ત સંસ્થાનું નામ રોશન કરેલ જે બદલ સંસ્થા વતી બન્ને ઋષિકુમારો નુ સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા સાબરકાંઠા બ્યુરો
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.