ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત પરેશકુમાર હિરાણી એ એવોર્ડ નું શાળા ના બાળકો સાથે સેલિબ્રેશન કર્યું - At This Time

ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત પરેશકુમાર હિરાણી એ એવોર્ડ નું શાળા ના બાળકો સાથે સેલિબ્રેશન કર્યું


પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક શ્રી પરેશકુમાર જી.હિરાણી ને તલગાજરડા ખાતે વિશ્વ વંદનીય પ.પુ. મોરારીબાપુ ના વરદહસ્તે ચિત્રકુટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા

ખુશી માં શ્રી પરેશકુમાર જી.હિરાણીએ શાળા પરિવાર સાથે મળીને એવોર્ડ નું સેલિબ્રેશન કર્યું હતું.
શ્રી પરેશકુમાર હિરાણી એ શાળા ના તમામ બાળકોને તથા શાળા પરિવારને પાઉંભાજી ખવડાવવામાં આવી હતી

પરવડી કે.વ.શાળા પરિવાર નાં જાદવભાઈ ખેની.ઉમેશભાઈ પટેલ.દિપ્તીબેન પટેલ.રેખાબેન પરમાર.જ્યોતિબેન માધડ તથા મયુરીબેન કલોલા દ્વારા પરેશકુમાર હિરાણીને શાલ ઓઢાડી ને બિરદાવવામાં આવ્યા હતા તેમજ ઉતરોતર પ્રગતિ કરે તે માટે શુભકામના પાઠવવામાં આવી હતી

શાળાના બાળકોએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી તથા પરેશભાઈ ને શુભકામનાઓ પાઠવી હતી

આ કાર્યક્રમમાં શાળા ના એસ.એમ.સી. અધ્યક્ષ દિલિપભાઈ તથા મુકેશભાઈ મકવાણા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા પરિવાર નાં રાકેશભાઈ પટેલ , કલ્પેશભાઈ ચુડાસમા , અરવિંદભાઈ સિંગલ તથા મનોજભાઈ લિયા એ જહેમત ઉઠાવી હતી

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.