બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના (NSS) નેતૃત્વ હેઠળ આજે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી. - At This Time

બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના (NSS) નેતૃત્વ હેઠળ આજે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી.


બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના (NSS) નેતૃત્વ હેઠળ આજે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી.

સર ભવાનીસિંહ વિદ્યાલયમાં રાષ્ટ્રીય સેવા યોજના નામની પ્રવૃત્તિ વર્ષોથી ચાલે છે.રાષ્ટ્રીય સેવા યોજનાની પ્રવૃત્તિ હેઠળ સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે દબદબાભેર પતંગ ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી .આપણા દેશમાં આ પર્વ વિવિધ જગ્યાએ અલગ અલગ નામે ઉજવવામાં આવે છે જેમ કે ઉત્તર ભારતમાં ખીચડી પર્વ ,દક્ષિણ ભારતમાં પોંગલ અને મધ્ય ભારતમાં ઉતરાયણ તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે દાનનો પણ અનેરો મહિમા છે .લોકો ગાય માતાને ઘાસ ખવડાવે છે .કોરોનાના કારમા સમય બાદ બાળકોમાં ધાર્મિક તહેવાર પ્રત્યે ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી એનએસએસના પ્રોગ્રામ ઓફિસર શ્રી જયેશભાઈ ચૌધરી અને રાજેશગીરી અપારનાથી ના નેતૃત્વ હેઠળ શાળામાં તમામ વિદ્યાર્થીઓને પતંગ આપી ઉતરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉતરાયણની ઉજવણી કરતા કરતા અમૂલ પક્ષીઓની જીવહત્યા ન થાય તેનું પણ ધ્યાન રાખવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.છેલ્લે શાળા પરિવાર દ્વારા બાળકોને ભોજન પણ આપવામાં આવ્યું હતું .છેલ્લે શાળાના આચાર્યશ્રી અને સુપરવાઈઝરશ્રીએ NSS ના બંને પ્રોગ્રામ ઓફિસરો તથા શાળાના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા .

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.