મેનેજિંગ ડિરેક્ટર ગુજરાતલાઇવલી હુડ પ્રમોશન કંપનીના ભાર્ગવીબેન દવેએ ચૂંટણીલક્ષી કામગીરી અને રાજકીય પક્ષોસાથે સમીક્ષા બેઠક યોજી. - At This Time

મેનેજિંગ ડિરેક્ટર ગુજરાતલાઇવલી હુડ પ્રમોશન કંપનીના ભાર્ગવીબેન દવેએ ચૂંટણીલક્ષી કામગીરી અને રાજકીય પક્ષોસાથે સમીક્ષા બેઠક યોજી.


મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપનીના ભાર્ગવીબેન દવેએ ચૂંટણીલક્ષી કામગીરી અને રાજકીય પક્ષો સાથે સમીક્ષા બેઠક યોજી.

    

      સાબરકાંઠા જિલ્લાની ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર અને મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ ગાંધીનગરના કુ. ભાર્ગવીબેન દવે આજે સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી સભાખંડમાં ઇ. આર. ઓ, એ.ઇ.આર.ઓ સાથે તથા રાજકીય પક્ષો સાથે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લઈને ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી અને જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની આંકડાકીય વિગતો મેળવી સમીક્ષા કરવામાં આવી હતી.

     આ બેઠકમાં કુ. ભાર્ગવીબેન દવે નવા 18 વર્ષથી ઉપરના મતદારોની નોંધણી અને આધારકાર્ડ સાથે લીંક તથા નામ, સરનામામાં ફેરફાર તથા સ્વીપ પ્લાન અંગે કરવાની કામગીરી તથા કોલેજ કક્ષાએ નવા મતદારોમાં જાગૃતિ અને સરકારી કોલેજો, ખાનગી કોલેજો, આઈ. ટી. આઈ તથા ગ્રામ્ય શહેરી કક્ષાએ નવા મતદારો વધુને વધુ જોડાય અને કોઈ  મતદાર રહી ન જાય અને તેઓ મતદાન થી વંચિત ન રહે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.

 
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા રોલ ઓબ્ઝર્વરનુ સ્વાગત કરીને જિલ્લામાં થઈ રહેલી કામગીરી અંગે વાકેફ કર્યા હતા જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી પારૂલબેન દ્વારા નક્કર કામગીરી અંગેની આકડાકીય વિગતો પ્રસ્તુત કરાઇ હતી.આ બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી અને ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

     આ બેઠક બાદ કુ. ભાર્ગવીબેન દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વસહાય જૂથો દ્વારા કરવામાં આવતી કામગીરીની પણ સમીક્ષા કરી હતી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા તૈયાર થયેલા મકાનોના લોકાર્પણ અંગેની પણ સમીક્ષા કરાઇ હતી. જેમાં વકતાપુર ગામે તૈયાર થયેલા આવાસો તથા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 657 આવાસોની  પણ સમીક્ષા કરી હતી સાથે સ્વ સહાય બહેનો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ તથા પ્રાકૃતિક ખેતી, મહિલા પખવાડિયાની ઉજવણી,  વોટરશેડ કામગીરી અને સખીમંડળોને આપવામાં આવતી સહાય તેમજ પ્રધાનમંત્રી આવાસોના લોકાર્પણ વખતે  એક ઉત્સવનું માહોલ તૈયાર થાય જેમાં ઘરોને રંગ રંગાન, રંગોળી, ફૂલ છોડ, કુંડા તથા ગૃહ પ્રવેશ વખતે કરવાની થતી કામગીરી તથા કનેકટીવિટી અને મહિલાઓ દ્વારા ઇનોવેટિવ આઇડિયા દ્વારા ઓર્ગેનિક ખેતી દ્વારા પકવેલા તથા ઉત્પાદિત ચીજવસ્તુઓના માર્કેટ બનાવવા ઉપરાંત ગ્રાહકોને એક આગવું બજાર મળી રહે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

   આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પાટીદાર તથા બાગાયત વિભાગના અધિકારી તથા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.