જસદણના પુર્વ ધારાસભ્ય અને ભાજપ અગ્રણી ડો.ભરતભાઈ બોઘરાએ સુરતમાં ફટકાબાજી કરી - At This Time

જસદણના પુર્વ ધારાસભ્ય અને ભાજપ અગ્રણી ડો.ભરતભાઈ બોઘરાએ સુરતમાં ફટકાબાજી કરી


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના ડાયનેમિક પુર્વ ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ રવિવારે એક ક્રિકેટ મેચમાં બેટીંગ કરી ભારે ફટકાબાજી કરી હતી ભુતકાળમાં જસદણ વીંછિયા પંથકમાં અબજો રૂપિયાના વિકાસના કામો કરનારા ડો. ભરતભાઈ બોઘરાએ પોતાની વોલ પર જણાવ્યું હતું કે સુરત મુકામે ધામેલિયા પરિવાર દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા સાથે સહભાગી થઈ ક્રિકેટપ્રેમી યુવાઓનું ઉત્સાહવર્ધન અને પરિવારના સભ્યોની શુભેચ્છા મુલાકાત લીધી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.