બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ખેડા જિલ્લામાં જઈને એનસીપી ની વિકેટ પાડી દીધી - At This Time

બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ખેડા જિલ્લામાં જઈને એનસીપી ની વિકેટ પાડી દીધી


બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ખેડા જિલ્લામાં જઈને એનસીપી ની વિકેટ પાડી દીધી

બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પૂર્વ ભાગ ગણાતા પોતાના મતવિસ્તારમાં આજે ખુમજી ના મુવાડા ખાતે એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે બાલાસિનોર ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ ઉપર વિશ્વાસ મૂકીને વિકાસ કામો થી પ્રેરાઈને એનસીપીના કાર્યકર અને માજી સરપંચ શ્રી અનિલભાઈ ચંદુભાઈ વસાવા આજે વિવિધ રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ધારાસભ્યશ્રીના હસ્તે કેસરિયો કેસ પહેર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ને અપનાવી લીધી હતી અને આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે ખભે ખભો મિલાવીને કામ કરવાની ખાતરી આપી હતી ધારાસભ્ય સાથે મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ જે સોલંકી મહિસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ અને સ્થાનિક કાર્ય કરો એવા સિનિયર કાર્યકર્તા ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી કારોબારી સદસ્ય બાબુભાઈ પટેલ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પ્રભાતસિંહ ખુમજી ના મુવાડા ના આગેવાન ગુલાબસિંહ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી તેમજ સિનિયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.