ભરૂચ - ડી.સી.એમ શ્રીરામ ફાઉન્ડેશન તથા ચેતના સંસ્થા અમદાવાદ, આરોગ્ય વિભાગ અને ICDS વિભાગ ભરૂચના સહભાગિતા સંકલન સાથે ખુશાલી સેહત પ્રોજેકટ ફેઝ – ૨ નો પ્રારંભ કરવામાં આવ્યો. - At This Time

ભરૂચ – ડી.સી.એમ શ્રીરામ ફાઉન્ડેશન તથા ચેતના સંસ્થા અમદાવાદ, આરોગ્ય વિભાગ અને ICDS વિભાગ ભરૂચના સહભાગિતા સંકલન સાથે ખુશાલી સેહત પ્રોજેકટ ફેઝ – ૨ નો પ્રારંભ કરવામાં આવ્યો.


ડી.સી.એમ શ્રીરામ ફાઉન્ડેશન,ચેતના સંસ્થા –અમદાવાદ, આરોગ્ય વિભાગ અને ICDS વિભાગ ભરૂચના સહભાગિતા સંકલન સાથે બાળક જીવનના પ્રથમ 1000 દિવસને સૃદઢ બનાવવા ખુશાલી સેહત પ્રોજેકટ ફેઝ – ૨ નો પ્રારંભ કરવામાં આવ્યો.

ચેતના સંસ્થા અમદાવાદ દ્વારા ડીસીએમ શ્રી રામ ફાઉન્ડેશન, ICDS વિભાગ,આરોગ્ય વિભાગના સહયોગથી ખુશાલી સેહત પ્રોજેકટ ફેઝ - ૨ નો ભરૂચ ઝગડીયા ઘટક -૨ માં પ્રોજેક્ટ લોન્ચિંગ કરવામાં આવ્યો. ખુશાલી સેહત પ્રોજેક્ટ અંતર્ગત ઝગડિયા તાલુકાના ૯૫ આંગણવાડી કાર્યકર અને ૭૧ આશાઓની ક્ષમતાવર્ધન તાલીમ કાર્યક્રમ કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં માતા- બાળ આરોગ્ય અને પોષણ અંગે આશા અને આંગણવાડી કાર્યકરોની સંકલિત તાલીમકારો માટેનું મોડ્યુલનું લોન્ચિંગ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જે.એસ દુલેરા, ઇન્ચાર્જ,બાળ વિકાસ યોજના અધિકારી ઝગડીયા-કાજલબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકો અને માતાઓ માટે તંદુરસ્ત ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સમુદાયના ફ્રન્ટલાઈન આરોગ્ય કાર્યકર્તાને સશક્ત બનાવવા માટે તાલીમ મોડ્યુલ ની રૂપરેખાની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં દિપેન્દ્ર પરિહાર(ડી.સી.એમ શ્રીરામ ફાઉન્ડેશન),સંદીપભાઈ વારીયા(ડી.સી.એમ શ્રીરામ ફાઉન્ડેશન) અને તર્નીસ્ઠા રે (પ્રોગ્રામ ઓફિસર, ચેતના અમદાવાદ), મુખ્યસેવિકા, મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર,ખુશાલી સેહત પ્રોજેક્ટ ટીમ મળીને કુલ 34 લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image