દામનગર શહેર ની ૐ સાંઈ પ્રાયમરી સ્કુલ માં સાંસ્કૃતિક સંવર્ધન પ્રેરક રક્ષાબંધન પર્વ ની ઉજવણી  - At This Time

દામનગર શહેર ની ૐ સાંઈ પ્રાયમરી સ્કુલ માં સાંસ્કૃતિક સંવર્ધન પ્રેરક રક્ષાબંધન પર્વ ની ઉજવણી 


દામનગર શહેર ની ૐ સાંઈ પ્રાયમરી સ્કુલ માં રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં અભ્યાસ કરતી બહેનો દ્રારા શિક્ષક તેમજ માતાપિતા ના માર્ગદર્શન હેઠળ જાતે રાખડી બનાવવામાં આવી તેમજ ભાઈઓ દ્વારા બહેનો ને ભેટ આપવા માટે અલગ અલગ પ્રકારના ચાર્ટ, ચિત્ર તેમજ ભાઈબહેન ના પ્રેમભાવને વ્યક્ત કરતા લેખો તૈયાર કરી ભેટ સ્વરૂપે આપવામાં આવેલ હતા.‌ કંકુ ચોખાથી તિલક કરી બહેનો દ્રારા શાળાના દરેક ભાઈઓને રાખડી બાંધવામાં આવી તેમજ ભાઈઓ દ્વારા મિઠાઈ ખવડાવી મોં મીઠાં કરવામાં આવ્યા હતા. આપણા સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંવર્ધન કરવું તેમજ શિક્ષણ સાથે સંસ્કાર નું સિંચન કરવું પણ ખૂબ જરૂરી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.