હિંમતનગર શહેરની હિંમત હાઇસ્કૂલમાં નવા યુગનો પ્રારંભ: 50 હજાર સ્ક્વેર ફીટમાં બનશે અદ્યતન ડિજિટલ શાળા, 14 ફેબ્રુઆરીએ ભૂમિપૂજન
હિંમતનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલી ઐતિહાસિક હિંમત હાઈસ્કૂલ 1માં નવા ડીજીટલ યુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. હિંમતનગર કેળવણી મંડળ દ્વારા સંચાલિત આ સ્કૂલના જૂના મકાનને દૂર કરી, તેના સ્થાને નવીન અત્યાધુનિક સુવિધાઓ સાથેની નવી સ્કુલ નિર્માણ પામશે.
આવનારી 14 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ થવા જઈ રહેલા ભૂમિપૂજન કાર્યક્રમમાં દીવ, દમણ, દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક અને હિંમતનગરના વતની પ્રફુલભાઈ પટેલ સમારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા હાજરી આપશે. આ કાર્યક્રમ માટે શાળાના મેદાનમાં મંડપ સહિતની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવી શાળાનું નિર્માણ કાર્ય આગામી બે વર્ષમાં પુરુ થવાની ધારણા છે.
નવી શાળાનું નિર્માણ 50,000 સ્ક્વેર ફીટના વિશાળ વિસ્તારમાં કરવામાં આવશે. એલ આકારની આ ઇમારતમાં 30 વર્ગખંડ સાથે અદ્યતન ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે બનનારી આ શાળામાં વિશાળ મેદાન, સુંદર બગીચો અને પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે
