અમદાવાદ માં લાયન્સ કલબ અને ગાયત્રી પરિવાર દ્વારા મેડિકલ કેમ્પ તેમજ ઉનાળા ની ગરમી માટે અબોલ પક્ષીઓ માટે પાણી ન કુંડા નું વિતરણ કરવામાં આવ્યું - At This Time

અમદાવાદ માં લાયન્સ કલબ અને ગાયત્રી પરિવાર દ્વારા મેડિકલ કેમ્પ તેમજ ઉનાળા ની ગરમી માટે અબોલ પક્ષીઓ માટે પાણી ન કુંડા નું વિતરણ કરવામાં આવ્યું


તા.૨૦-૩-૨૦૨૩

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ,સીટી લીન્ક,બ્રિલિયન્સ પરિવાર, ગોપાલક સંસ્કાર મહેક ગ્રુપ,નવકાર મહેક ગ્રુપ તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન મહાવીર ગોપાલ મહેક સેવા સંકુલ,એચ.બી.કાપડિયા સ્કૂલસામે,પ્રેરણાતીર્થ દેરાસર રોડ,જોધપુર ખાતે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો ધારાસભ્ય શ્રીઅમિતભાઈ ઠાકર, અ.મ્યુ.કોર્પોરેશના પૂર્વ મૅયર મીનાક્ષીબેન પટેલ,સ્થાનિક કોર્પોરેટરશ્રીઓના વરદ્ હસ્તે દિપ પ્રાગટ્ય કરીને સવારે 9-00 થી બપોરે 1-00 દરમ્યાન યોજાયું હતું જેમા વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ડાયાબીટીસ,બ્લડ પ્રેશર, ઓર્થોપેડીક,ઍક્યુપ્રેશર, આંખોની તપાસ,તથા મહિલાઓને લગતા રોગોનું નિ:શુલ્ક ચેકઅપ કરી જરૂર લાગે તેઓને દવાઓ પણ વિના મુલ્યે આપવામાં આવી હતી જેનો ખૂબજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો તેમજ નિ:શુલ્ક પક્ષીઓને પાણી પીવાના કુંડાનું અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.