નેશનલ પ્રોગ્રામ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અને તમાકુ નિયંત્રણ જાગૃતિ અંતર્ગત પંચાયતી રાજ સદસ્યશ્રીઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nedcbmyipwcgh69g/" left="-10"]

નેશનલ પ્રોગ્રામ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અને તમાકુ નિયંત્રણ જાગૃતિ અંતર્ગત પંચાયતી રાજ સદસ્યશ્રીઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ.


તમાકુના વ્યસનથી દુર રાખવામાં આવે તો આજીવન તમાકુ મુક્ત રહેશે જે ધ્વારા સ્વસ્થ ભારતનુ નિર્માણ કરી શકીશુ.

આરોગ્ય સમિતી ચેરમેનશ્રી શંકરભાઇ બેગડીયાએ જણાવ્યુ કે તમાકુ નિયંત્રણ અને ક્લાઇમેટ ચેન્જ, હ્યુમન હેલ્થ અંતર્ગત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ધ્વારા સારો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે જે ધ્વારા શાળાના બાળકો અને અન્ય નાગરીકોના સ્વાસ્થયને હાનીકર્તા બાબતો અંગે જનજાગૃતિ કેળવાય.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જણાવ્યુ કે જિલ્લાના છેવાડાના નાગરીક સુધી આરોગ્યના વિવિધ કાર્યક્રમોની જનજાગૃતિ માટે આ પ્રકારની કાર્યશાળાઓ વધુ ઉપયોગી બની રહે છે. ક્લાઇમેટ ચેન્જ એન્ડ  હ્યુમન હેલ્થ અને તમાકુ નિયંત્રણ જાગ્રુતિ જેવા સામાન્ય લાગતા મુદ્દાઓ જન-સામાન્યના સ્વાસ્થયને રોજ બરોજ સ્પર્શતા હોય છે. ખાસ કરીને સગર્ભા અને ધાત્રી માતાઓ,શાળાના બાળકો,શ્રમજીવી પરીવારો માટે વધુ કાળજી લેવા ઉપસ્થિત સર્વેને જણાવેલ.

      આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અમૃતસિંહ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ અને જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ  ઉપસ્થિત રહ્યા હતા.   
આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]