જીવરાજ પાર્કમાં ડેન્ગ્યુથી નેપાળી પરિણીતાનું મોત - At This Time

જીવરાજ પાર્કમાં ડેન્ગ્યુથી નેપાળી પરિણીતાનું મોત


શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે. દર્દીઓના મોત થયા હોવાના કિસ્સા પણ સામે આવી ચુકયા છે ત્યારે જ વધુ એક દર્દીનું ડેન્ગ્યુથી મોત નિપજયું છે. અત્રે જીવરાજપાર્કમાં રહેતા 22 વર્ષીય નેપાળી પરિણીતાનું ડેન્ગ્યુના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પરિવારમાં શોક છવાયો છે.
મળતી વિગત મુજબ મવડી વિસ્તારનાં જીવરાજ પાર્ક પાવર હાઉસ પાસે આવેલ શ્યામલ ઉપવનમાં ચોકિદાર તરીકે નોકરી કરતા ટેકબહારદુર બીકે તેમના પત્ની ગોમાબેન (ઉ.વ.22) અને 4 વર્ષના પુત્ર સાથે અહીં શ્યામલ ઉપવનમાં રહે છે.ગોમાબેનને ત્રણેક દિવસથી તાવ આવતો હોય સામાન્ય દવાઓ લીધી હતી. જો કે, ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે પોતાના ઘરે ગોમાંબેન અચાનક બે ભાન થઈ જતા
તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાના અહીં ટુંકી સારવારમાં જ તેમણે દમ તોડી દીધો હતો. સિવિલ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ મારૂએ તાલુકા પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ પી.વી.જીલરીયા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટપોર્ટમ માટે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી. આ 4 વર્ષનો પુત્રમાં વિહોણો થતા નેપાળી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.