બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ 33 માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ નું આયોજન - At This Time

બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ 33 માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ નું આયોજન


બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ 33 માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ નું આયોજન

બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક માર્ગદર્શન હેઠળ 33 માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા , સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલના બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધેલ. આ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ , દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પોલીસ પરિવાર દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ . તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.
ઉપરોક્ત પ્રાપ્ત કરેલ સિદ્ધિ બદલ તમામ વિધાર્થીઓને શાળાના ટ્રસ્ટીશ્રીઓ , આચાર્યશ્રી , તમામ શિક્ષકશ્રીઓ તેમજ સમગ્ર શાળા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. અને આપ આગળ પણ વધુ ને વધુ પ્રગતિના પંથોને સર કરો તેવી હાર્દિક શુભેચ્છા વ્યક્ત કરવામાં આવે છે...

રિપોર્ટર. ચેતન ચૌહાણ બોટાદ
મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.