પૂર્વ કમિશનર અગ્રવાલને ક્લિનચીટની ચર્ચા, અમને કોઇ રિપોર્ટ મળ્યો નથી: ધારાસભ્ય પટેલ - At This Time

પૂર્વ કમિશનર અગ્રવાલને ક્લિનચીટની ચર્ચા, અમને કોઇ રિપોર્ટ મળ્યો નથી: ધારાસભ્ય પટેલ


પીઆઇ ગઢવી મારફત રૂ.75 લાખ માગ્યાનો ધારાસભ્ય ગોવિંદ પટેલે આક્ષેપ કર્યો’તો

આ અંગેની ટિપ્પણી સત્તાધીશો જ કરી શકે, સહાય અને રાજકુમારે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું

રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રૂ.15 કરોડની વસૂલાતના હવાલામાં ક્રાઇમ બ્રાંચના પૂર્વ પીઆઇ વી.કે.ગઢવી મારફત રૂ.75 લાખ માગ્યાનો અગાઉ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે આક્ષેપ કર્યો હતો અને તે મામલે ગૃહવિભાગે તપાસના આદેશ કરી અગ્રવાલની જૂનાગઢ બદલી કરી નાખી હતી, લાંચ માગવાના આક્ષેપ મામલે અગ્રવાલને ક્લિનચીટ આપી દેવાયાની ચર્ચાઓ શરૂ થઇ હતી તો ધારાસભ્ય પટેલે આ મામલે હજુ તેમને કોઇ જાણ નહીં હોવાનું અને તેમને રિપોર્ટ પણ નહીં મળ્યાનું કહ્યું હતું તો તપાસ કરનાર એડિશનલ ડીજીપી સહાય અને અધિક મુખ્ય ગૃહ સચિવ રાજકુમારે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.