સેવા હી પરમો ધર્મ. જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પંચમ સ્થાપના દીને આયોજિત મેગા રક્તદાન કેમ્પ માં ૩૨૧ બોટલ રક્તદાન. દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર સંસ્થા ના ઉદ્દેશો ને ચરિતાર્થ કરતા સેવાસાથી ઓની રાજ્ય ના મંત્રી દ્વારા સરાહના - At This Time

સેવા હી પરમો ધર્મ. જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પંચમ સ્થાપના દીને આયોજિત મેગા રક્તદાન કેમ્પ માં ૩૨૧ બોટલ રક્તદાન. દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર સંસ્થા ના ઉદ્દેશો ને ચરિતાર્થ કરતા સેવાસાથી ઓની રાજ્ય ના મંત્રી દ્વારા સરાહના


સુરત ની અનેક સેવા સંસ્થાનો ના સથવારે સેવારત  જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેગા રક્તદાન કેમ્પ માં રક્તદાતા ઓએ અદમ્ય ઉત્સાહ સાથે લાઈનો લગાવી સામાજિક સેવા માટે સ્થાપેલી જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને પાંચ વર્ષ પૂર્ણ થતાં યાદગાર ઉજવણી "સેવા હી પરમો ધર્મ" ને મૂર્તિ મંત્ર બનાવી જે ઉદ્દેશ માટે સંસ્થા સ્થાપી તેવા ઉદેશો ને ચરિતાર્થ કરતા સંસ્થા માં મારો નહિ પણ સારો વ્યક્તિ જેમાં સાર્વજનિક સેવા ભાવના હોય સમાજ માટે દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર દિવે દીવો પ્રગટે તેમ સમાજ ને હર હમેશ પરમાર્થ રૂપી પ્રકાશ થકી અંજવાળતા રહેવા ના ઉજળા ઉદ્દેશ સાથે પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષ ના મંગળ પ્રવેશ કરતી જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પંચમ સ્થાપના દિન ઉજવણી ના ભાગરૂપે સુરત ની નામી અનામી તમામ સેવા સંસ્થા ઓનાં સથવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ૭ જાન્યુઆરી એ કર્યું હતું બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું મુખ્ય પ્રયોજન તે હતું કે ખાસ સુરત શહેર માં બ્લડ નું અવાર નવાર પડતી અછત ને પહોંચી વળવા ૨૦૨૪ ના નવા વર્ષ માં સૌની સુખામય બની રહે ટ્રસ્ટ નો સ્થાપના દિવસી સેવા ઉત્સવ બની રહે તેવા ઉમદા અભિગમ પયોજન આ સેવાયજ્ઞ દરેક પ્રકાર ની સેવા માં જેમનું નામ પુરા અદબ થી આપતી ના ઉપકારક ૧૦૮ ગણાતા ગ્રીન આર્મી ના મનસુખભાઈ કાસોદરિયા સુરત  સિલ્વર અને ગોલ્ડ જવેલરી  પ્રેમવતી ગોલ્ડ ના મેનેજીંગ ડાયરેકટર  જીતેન્દ્રભાઈ બાબરિયા આ બ્લડ ડોનેશન કેમ્પ માટે થતાં સંપુર્ણ ખર્ચ ના સ્પોનસર બન્યા હતા.આ સેવાયજ્ઞ નો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ  ટ્રસ્ટ ના પ્રમુખ વિપુલભાઈ નારોલા પરિવાર ની ઉપસ્થિત માં અનેક સેવા સંસ્થા ના પ્રમુખો ના વરદહસ્તે કરાયો હતો સંસ્થા ના મોભી વિપુલભાઈ નારોલા પરિવાર ના જ ચાર સભ્યોએ નિયમિત ત્રિમાસિક  આજીવન રકતદાન કરવાનો સેવા સંકલ્પ બદ્ધ પ્રતિજ્ઞા સાથે રક્તદાન કર્યું હતું 

સેવાયજ્ઞ ના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા શહેર ના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઈ માવાણી ગુજરાત ગૌરવ રિચ થિંકર  મોટીવેશનલ સ્પીકર  ડો. અંકિતાબેન મુલાણી શિવમ જવેલર ના ઘનશ્યામભાઈ શંકર સુરત જીલ્લા મહામંત્રી કાળુભાઈ ભીમનાથ વરાછા કો ઓ  બેંક ડિરેક્ટર પ્રભુદાસભાઈ પી પટેલ રીજ્યા જેમ્સ ના મેનેજીંગ ડિરેક્ટર નાગજીભાઈ વી.રીજ્યા  ઘનશ્યામભાઈ બિરલા સ્પર્શ હોસ્પિટલ ના તબીબ ડો. બિજેશ નારોલા સહજ હોસ્પિટલ ના સંસ્થા આજીવન સેવા ભાવિ તબીબ ડો મહેશ ભાતિયા કતારગામ પોલીસ સ્ટેશન પી.આઈ. શ્રી રાજપૂત આશીર્વાદ માનવ મંદિર આશ્રમ ના સંચાલક જેરામ ભગત શ્રીરામદૂત યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રુદ્ર ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ સોશ્યલ મીડિયા ના માધ્યમ થી કરોડો નું રાહત ફંડ સીધા જ લાભાર્થી ઓના બેંક એકાઉન્ટ માં પહોંચાડી વામવય ના હેલપીંગ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ મહેશભાઇ ભુવા વિઠ્ઠલભાઈ કુંનડીયા એન્કર  મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ સંજયભાઈ નારોલા અનેક  સેવા સંસ્થાનો નાં સેવા પ્રમુખો અને સમાજ શ્રેષ્ઠી સમાજ અગ્રણી અને અગ્રણી ઉદ્યોગપતિ તેમજ અગ્રણી રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.શ્રી સરદાર પટેલ બ્લડ બેંક ના સહયોગ થી આ બ્લડ ડોનેશન કેમ્પ માં શહેર ના રક્તદાતાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડતાં અંદાજીત આશરે ૩૨૧ થી વધુ રક્ત બોટલ એકત્ર થઇ હતી.જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ના આ પંચમ સ્થાપત્ય વાર્ષિકોત્સવ ઉજવણી ભાગરૂપે યોજેલ મહા રકતદાન કેમ્પ ને સફળ બનાવવા માટે હેલ્પિંગ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ના પ્રમુખ મહેશભાઈ ભુવા અને સેવા ના સાથી એ સોશિયલ મીડિયામાં સમયાંતરે અવનવા પ્રેરણાત્મક શબ્દો હદયસ્પર્શી અપીલ ફેસબુક ના માધ્યમ થી બનતા પ્રયાસો કરી સેવા નામી અનામી મુક સેવક ને બોલતા હૈયા ઓના સાથ સહકાર સમર્પણ થી જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની સેવા ટીમેં કડકડતી ઠંડી માં શહેર ના મુખ્ય માર્ગો અને સોસાયટી ઓમાં બેનર પ્રચાર પ્રચાર કરી સમાજ સેવા ના શુભ ભાવના એ આદરેલ સેવાયજ્ઞ ભવ્ય રીતે સંપન્ન થયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.