જસદણના યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા જીતેશ અને હાર્દિકની શોધખોળ - At This Time

જસદણના યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા જીતેશ અને હાર્દિકની શોધખોળ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ પાસે વિંછીયા રોડ ઉપર કારથી બાઇકને ટક્કર મારી જસદણના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર હિંગોળગઢના બે શખ્‍સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જસદણના પોલારપર રોડ ઉપર રહેતો સુનીલ રત્‍નાભાઇ પલાળીયા તેની થનાર મંગેતરને હિંગોળગઢ ગામે તેના ઘરે મુકી પરત બાઇક ઉપર જઇ રહયો હતો. ત્‍યારે વિંછીયા-જસદણ રોડ ઉપર કારમાં પીછો કરતા હાર્દીક સતીષભાઇ મકવાણા તથા જીતેશ કટેશીયા રે. બન્ને હિંગોળગઢએ કારથી બાઇકને ઠોકર મારી ચાલક સુનીલને માથામાં જીવલેણ તથા પગમાં ફેકચર જેવી ઇજા કરી મારી નાખવાની કોશીષ કરી નાસી છુટયા હતા. આ અંગે ઇજાગ્રસ્‍ત સુનીલના પિતા રત્‍નાભાઇએ ઉપરોક્ત બંને શખ્‍સો સામે જસદણ પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે ૩૦૭ સહીતની કલમો હેઠળ ગુન્‍હો દાખલ કરી બંને શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.