ડભોડામાં મકરસક્રાંતિના દિવસે શ્વાન માટે લાડુ તેમજ ગાય માટે ઘાસપુરા નાખી યુવાનોએ અનેરો મહિમા બતાવ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ykrkng2ahsflsck2/" left="-10"]

ડભોડામાં મકરસક્રાંતિના દિવસે શ્વાન માટે લાડુ તેમજ ગાય માટે ઘાસપુરા નાખી યુવાનોએ અનેરો મહિમા બતાવ્યો.


. . . ડભોડામાં મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે દાન પુણ્યનો અનેરો મહિમા જોવા મળ્યો હતો.

કુંડીવાળા વાસ તેમજ બળિયાદેવ વિસ્તારના યુવાનોએ ગાયો ને ઘાસપૂળા તેમજ સ્વાન માટે લાડુ બનાવ્યા.

ગાંધીનગર તાલુકાના પવિત્ર અને સુપ્રસિદ્ધ યાત્રા નામ ડભોડામાં દાન અને પુણ્યનો અનેરો મહિમા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે જોવા મળ્યો હતો .ઉતરાયણ નિમિત્તે ડભોડા ના કુંડીવાળા વાસના તેમજ બળિયાદેવ વિસ્તારના યુવાનો દ્વારા ગાયોને ઘાસના પૂળા તેમજ સ્વનો માટે ચોખ્ખા ઘીના લાડુ બનાવીને ખવડાવવામાં આવ્યા હતા. ડભોડાંનાં પ્રગ્નેશકુમાર શાહ , પ્રહલાદજી ઠાકોર તેમજ બળીયાદેવ વિસ્તારના મુકેશભાઈ ખત્રી સહિત યુવાનોએ ડભોડા વિસ્તારની ગાયો માટે 1000ના ઘાસપુરા તેમજ શ્વાનો માટે 2000થી વધુ લાડુ ખવડાવ્યા હતા. આ ઉપરાંત ગરીબ લોકોને 100 કિલો થી પણ વધુ બોરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડભોડાંનાં યુવાનો દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે દાન તેમજ પુણ્યનું ભાથું બાંધવામાં આવે છે. આ પુણ્ય કાર્યમાં શાહ પરિવારના સેજલબેન , ટીસાબેન, હેતાબેન તેમજ મોક્ષિતકુમાર જોડાયા હતા .


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]