નવાગામ પાસે ‘હીટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે જશાભાઈ મોત - At This Time

નવાગામ પાસે ‘હીટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે જશાભાઈ મોત


નવાગામ પાસે મેંગામાર્કેટ નજીક વાહનની રાહ જોઈ ઉભેલા જશાભાઈ કોળી નામના આઘેડને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી જતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવની વિગત અનુસાર આજીડેમ ચોકડી પાસે ગોકુલ પાર્કમાં રહેતાં જશાભાઈ ચોથાભાઈ જેસાણી (કોળી) (ઉ.વ.50) આજે સવારે 11 વાગ્યે કુવાડવા રોડ પર આવેલ મેંગોમાર્કેટ પાસે ગાડીના સ્પેરપોર્ટેસ લેવા માટે ગયા હતો. જયાંથી પરત ફરવા માટે વાહનની રાહ જોઈ ઉભા હતાં ત્યારે પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં ફંગોળાઈને રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.બનાવ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ થતાં દોડી ગઈ હતી અને જરૂરી કાગળો કરી મૃતદેહેને પીએમ અર્થે સીવીલે ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવા તજવિજ હાથ ધરી હતી. વધુમાં મૃતક બે ભાઈમાં મોટા અને સંતાનમાં ત્રણ પુત્ર છે તેમજ તે ડ્રાઈવિંગ કામ કરતાં હતા. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.