ચોરીમાં પકડાવી દેવાનો ખાર રાખી અજયે મિત્ર સુરજને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો - At This Time

ચોરીમાં પકડાવી દેવાનો ખાર રાખી અજયે મિત્ર સુરજને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો


રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ભક્તિધામ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા રાધિકાબેન ચકુ રામસીંગ નગારજે(દરજી નેપાળી)(ઉ.વ.40)ના પુત્ર સુરજે અજય ઉર્ફે બીટુ ચૌહાણને ચોરીના ગુન્હામાં પોલીસમાં પકડાવ્યો હતો જેથી તેનો ખાર રાખી અજયે સૂરજ પર છરી વડે હુમલો કર્યો હતો.સુરજને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રાધિકાબેનની ફરિયાદ પરથી અજય વિરૂદ્ધ કલમ 307 હેઠળ કાર્યવાહી કરી અજયને ઝડપી લેવા તજવીજ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.