વિદેશમાં કરેલ ધંધામાં નુકશાની આવતાં દંપતી સહિત ત્રણ લોકોએ વેપારીને ધમકી આપી બદનામ કર્યા - At This Time

વિદેશમાં કરેલ ધંધામાં નુકશાની આવતાં દંપતી સહિત ત્રણ લોકોએ વેપારીને ધમકી આપી બદનામ કર્યા


યુનિવર્સિટી રોડ પર કર્મચારી સોસાયટીમાં રહેતાં વેપારી સાથે ભાગીદાર જયેશ ધકાણ તેની પત્ની અને વેવાઈએ વિદેશમાં કરેલ ધંધામાં નુકશાની આવતાં વેપારીને ધમકી આપી અખબારોમાં જાહેરાત આપી બદનામ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર કર્મચારી શેરી નં.3 માં રહેતાં હિતેષભાઈ ચીમનભાઈ સાગર (ઉ.વ.47) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જયેશ પ્રાણલાલ ધકાણ તેની પત્ની એકતાબેન અને જયેશના વેવાઈ ચિરાગ (રહે.શિલ્પન નોવા, યુનિવર્સિટી રોડ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ આદીત્ય ઓર્નામેન્ટસ તેમજ કાલ કોર્પોરેશનના નામથી વ્યવસાય આફ્રિકા દેશમા કોના-કરી(ગીની) વેસ્ટ-આફ્રીકામાં હિટાચી કંપની તથા હુન્ડાઈ કંપનીના એક્સેવેટર અલગ-અલગ કંપનીઓને ભાડે આપવાનો વેપાર કરે છે.
થોડા સમય પહેલા તેમના મીત્ર જયેશ ધકાણ સાથે વેસ્ટ આફ્રીકામાં રહેલ તેમના બીઝનેસમાં ઇંવેસ્ટમેંટ કરવા માટે પૈસાની ભાગીદારી એક બીજાની સહમતિથી કરેલ હતી. જયેશ સાથે આફીકામાં ચાલતા ધંધામા ભાગીદારી કરવાની સહમતી સાથે નક્કિ થયેલ કે, હુંડાઈ-215 નામના મશીન જે જેસીબી વેસ્ટ આફ્રીકાના કોના કટી(ગીની) મુકામે મોકલવાના હોય અને આ મશીનની કિંમત અંદાજીત રૂ.60 લાખ થતા હોય જે જયેશએ પોતાની સહમતિથી તેઓની સાથે રોકાણ કરવાનનુ નક્કી થયેલ અને હુન્ડાઈ મશીન ભાડે આપવાનુ ઓપરેટર દ્રારા ચલાવવાનુ મેઇન્ટેનન્સની તમામ જવાબદારી તેઓને સંભાળવાનું નક્કી કરી બીઝનેસ ચાલુ કરેલ હતો અને ધંધામા થોડા સમયથી નુકશાન થયેલ હતુ.
ગઈ તા 11/01/2024 ના રાત્રીના સમયે તેઓના ઘરે જયેશ તથા તેના પત્નિ એક્તાબેન તથા તેમના પુત્રવધુ રાધિકાબેન ધંધામા નુકશાનનુ વળતર માંગવા આવેલ હતા. જે બાબતે બોલાચાલી કરી ઝઘડો કરેલ હતો. જે બાબતે ફરિયાદી પર ગુનો પણ દાખલ થયેલ હતો. ગુનો દાખલ થયા બાદ પણ આ લોકો તેમની પાસે પૈસાની ઉઘરાણી કરવા અવાર નવાર ફોન કરતા અને તેઓને તથા તેમની પત્નિને પણ ફોન કરી જેમ તેમ બોલતા હતા. તેઓને જયેશ સાથે કુલ રૂ.60 લાખનો વહિવટ થયેલ હતો. જેમાથી જયેશને કટકે કટકે રૂ. 22 લાખ રૂપિયા પરત આપી દીધેલ છે અને બાકીના રૂપિયામાં 50% ના ભાગીદાર હોય જેથી અમુક જ પૈસા તેઓને દેવાના બાકી રહે છે. તેમ છતા જયેસના વેવાઇ ચીરાગએ તા.06/02/2024 ના મોબાઇલમા ફોન કરતા તેમની પત્નિએ ફોન ઉપાડેલ અને કહેલ કે, હિતેષ ક્યા છે તેમ કહી ગાળો આપી હતી.
તેમજ આ લોકોએ જુદા જુદા પ્રસિદ્ધ અખબારમા ફરિયાદીએ રૂપિયા 3 કરોડ રૂપીયાનુ તેમની સાથે વેસ્ટ આફ્રીકામા ધંધો કરવાના બહાને બીઝનેસના ફ્રોડ કરેલ છે, તેવી અફવા ફેલાવી બદનામી કરી સામજીક પ્રતીષ્ઠાને નુકશાન પહોચાડેલ હતું. તેમજ તા.11/01/2024 ના આરોપી ઘરે ઘસી આવીને ઝઘડો કરી અમારા પર ફરીયાદ કરેલ હોવા છતા તેમની પત્નિને જાન થી મારી નાખવાની ધમકી આપેલ હતી. તેમજ તેઓ અવાર નવાર આફ્રીકા રહેતો હોય અને જેથી તેમની પત્ની અને બાળકોને જાનનું જોખમ હોય જેથી ફરિયાદ નોંધાવેલ હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે દંપતી સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.