ડેભારી ગામની ક્રેડિટ સોસાયટીમાં લાખોનું ઉચાપત કેસમાં ૩ આરોપીની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ... - At This Time

ડેભારી ગામની ક્રેડિટ સોસાયટીમાં લાખોનું ઉચાપત કેસમાં ૩ આરોપીની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ…


વિરપુર તાલુકાના ડેભારી ગામે ક્રેડિટ સોસાયટીમાં ઉચાપત કરનાર ત્રણ જેટલા ઈસમોને ગણતરી કલાકોમાં ઝડપી પાડતી મહિસાગર જીલ્લા લોકલ ક્રાઇમ ડેભારી ગામની ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના લોકો દ્વારા ક્રેડિટ સોસાયટી ઉભી કરવામાં આવી હતી અને જેમાં દર વર્ષે મોટુ ભડોળ એકઠું થતું હતું ગામની અને સમાજની સોસાયટી હોય સમાજ ના સિનિયર સિટીજન, નોકરિયાત તેમજ અન્ય લોકો દ્વારા નાણાં નું રોકાણ કરાતું હતું. જયારે પાકતી મુદત ના નાણાં માટે જરૂર જણાતા રોકાણ કારો દ્વારા સોસાયટી દ્વારા આપવામાં આવેલ સર્ટી લઈ પોતાના નાણાં ની માંગણી કરતા વહીવટ કર્તાઓ દ્વારા હમણાં નાણાં નથી. આવશે એટલે બોલાવીશું તેવા ઉડાવ જવાબ આપતાં બાકીના રોકાણકારો ને શક જતા સમાજના લોકો ની મીટીંગ કરી સોસાયટી માં તપાસ કરતા રૂ 28,82.320 રૂપિયાની ઉચાપત થઇ હોવાનું માલુમ પડતા.વિધવા મહિલાઓ, સિનિયર સિટીજન તેમજ દિનેશકુમાર મણીલાલ જોષી દ્વારા મહીસાગર એસ. પી કચેરીએ રજુઆત કરતા વીરપુર પોલીસ સ્ટેશને (૧) જીગ્નેશભાઇ હરીશભાઇ જોષી (૨) રામશંકર અંબાલાલ જોષી (૩) રમણલાલ જગનનાથ જોષી તમામ રહે.ડેભારી તા.વિરપુર જી.મહીસાગરના
ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરતા એલ. સી. બી એ ત્રણેય ઈસમોની અટકાયત કરી હતી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.