બોટાદ વાસીઓને સિટી બસ સુવિધાની સૌગાત આપતાં બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયા - At This Time

બોટાદ વાસીઓને સિટી બસ સુવિધાની સૌગાત આપતાં બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયા


બોટાદ વાસીઓને સિટી બસ સુવિધાની સૌગાત આપતાં બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયા

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા
બોટાદવાસીઓને મુખ્યમંત્રી શહેરી બસસેવા અંતર્ગત બોટાદ નગરપાલિકા સંચાલિત સિટીબસ થકી પરિવહન ક્ષેત્રે મહામૂલી ભેટ આપી હતી.જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીએ સિટીબસને શાસ્ત્રોક્ત વિધિ કરી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.તેમજ સફાઈ અભિયાનને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી સ્વીપર મશીનનું પણ લોકાર્પણ કરાયું હતું.આ લોકાર્પણ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર,જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ,ચંદ્રકાંતભાઈ સાવલિયા સહિતના પદાધિકારીઓ તથા જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોય,જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બલોલિયા,નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત,પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ,બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થવન ગોસ્વામી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.