બોટાદ ડેપોમાં નવી બસો ફાળવવા વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરાઈ - At This Time

બોટાદ ડેપોમાં નવી બસો ફાળવવા વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરાઈ


*બોટાદ ડેપોમાં નવી બસો ફાળવવા વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરાઈ*
બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા બોટાદ ડેપોમાં નવી બસો ફાળવવા વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરાઈ હતી. બોટાદ ડેપોમાં જુની અને કિલોમીટર પૂરા થઈ ગયેલ બસ ચાલતી હોય તેથી વારંવાર રસ્તામાં બ્રેક ડાઉન થતી હોવાથી મુસાફરોને મુશ્કેલી પડે છે. બોટાદ જિલ્લાની આજુબાજુમાં કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ, વિસામણ બાપુની જગ્યા પાળીયાદ ધામ તેમજ ગઢડા સ્વામિનારાયણ મંદીર ગઢપુર પવિત્ર યાત્રા ધામો આવેલા છે. બસો ફાળવવા વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરવામાં આવી. આથી બોટાદ દ્વારકા એક્સપ્રેસ, બોટાદ સોમનાથ એક્સપ્રેસ, બોટાદ અમદાવાદ એક્સપ્રેસ, બોટાદ - રાજકોટ એક્સપ્રેસ, બોટાદ - કેવડીયા કોલોની નર્મદા એક્સપ્રેસ, એમ - પાંચ નવી એક્સપ્રેસ બસો ફાળવવા બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ વિરાણી દ્વારા વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.