બાપા સીતારામ શેરીમાં જુગાર રમતી 4 મહિલા સહિત પાંચ બાજીગરો ઝડપાયા - At This Time

બાપા સીતારામ શેરીમાં જુગાર રમતી 4 મહિલા સહિત પાંચ બાજીગરો ઝડપાયા


બાપા સીતારામ શેરીમાં સાધુ સમાજની સમાધી પાસે બંધ બારણે ચાલતા જુગારમાં થોરાળા પોલીસે દરોડો પાડી ચાર મહિલા સહિત પાંચ શખ્સોને દબોચી રૂા. 30540ની રોકડ કબ્જે કરી હતી.
દરોડાની વિગત મુજબ થોરાળા પોલીસ મથકના એએસઆઇ હિતેન્દ્ર ઝાલા, રાજેશ મેર અને હેડ કોન્સ્ટેબલ વિમલભાઇ ધાણજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે બાપાસીતારામ શેરી નં.પ, સાધુ સમાજની સમાધી પાસે રહેતા મધુબેન લાભુ રાઠોડના મકાનમાં બંધ બારણે ચાલતા જુગારમાં દરોડો પાડી પતા ટીંચતા મધુબેન રાઠોડ, વિજય બાબુ ચુડાસમા, મીનાબેન પ્રકાશ બારૈયા, નિરૂબેન કિરણ સોલંકી અને રાધાબેન બાબુ સોલંકીને દબોચીને રૂા. ૩૦૫૪૦ની રોકડ કબ્જે કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.