રાજકોટમાં શીતળતા છવાઈ, ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી - At This Time

રાજકોટમાં શીતળતા છવાઈ, ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી


બે દિવસથી તાપ અને લૂમાંથી શહેરીજનોને મળી રાહત, સપ્તાહ પછી ફરી પારો વધશે

રાજકોટ શહેર ગત સપ્તાહે હીટવેવની ચપેટમાં આવી ગયું હતું. ગરમીથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા કારણ કે, પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. જોકે છેલ્લા બે દિવસથી રાજકોટવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે. સોમવારે સવારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય કરતા પણ ઓછું હતું. આ કારણે વહેલી સવારે લોકોને શીતળતા અનુભવી હતી. જ્યારે મહત્તમ તાપમાન પણ બે દિવસથી 37 અને 38 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.