રાજકોટમાં આજે 4500 મંદિરમાં ઉજવાશે હનુમાન જન્મોત્સવ - At This Time

રાજકોટમાં આજે 4500 મંદિરમાં ઉજવાશે હનુમાન જન્મોત્સવ


અંદાજિત 4 લાખ કિલો ગુંદી- ગાંઠિયાનું વિતરણ થશે, 2 લાખ કિલો ચણાનું અને 3 લાખ કિલો બટેટાના શાકની પ્રસાદી ભક્તો લેશે, અન્નકૂટ દર્શન યોજાશે સુવર્ણભૂમિ ચોકમાં ધર્મસભા, હનુમાન ચાલીસા-સુંદરકાંડના પાઠનું આયોજન, મહાપૂજા-આરતીમાં જય શ્રીરામ, જય હનુમાનના નાદ ગુંજી ઊઠશે

આજે હનુમાન જયંતી છે. રામ અને હનુમાન ભક્તોમાં ઉત્સાહની લાગણી છવાઈ છે. બાલાજી મંદિર, સૂતા હનુમાન, ત્રિમૂર્તિ બાલાજી મંદિર, બડા બજરંગ મંદિર, સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર, હનુમાન મઢી ચોક ખાતે સ્થિત હનુમાનજી મંદિર, બાલક હનુમાન મંદિર, કપિલા હનુમાન મંદિર સહિત અંદાજિત 4500થી મંદિરોમાં વહેલી સવારથી જ દર્શન શરૂ થઈ જાશે. તેમજ દિવસભર પ્રસાદી વિતરણ, હનુમાન ચાલીસા-સુંદરકાંડના પાઠ થશે. મંદિરમાં અને બટુક ભોજનમાં અંદાજીત 4 લાખ કિલો ગુંદી-ગાઠિયાનું વિતારણ થશે. 2 લાખ કિલો ચણા અને 3 લાખ કિલો બટાટાનું શાક બનશે. આ સિવાય અને સંસ્થા દ્વારા અને સોસાયટીમાં રસ, પુરી, શિખંડનો જમણવાર થશે.

તેમજ મંદિરોમાં ચોકલેટ-કેક, શરબત, છાશનું વિતરણ પ્રસાદીમાં કરવામાં આવશે. તો શેર વિથ સ્માઈલ અને શ્રી ફાઉન્ડેશન દ્વારા કષ્ટભંજન દાદાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1008 કારનો કાફલો જોડાશે. શોભાયાત્રા ચૌધરી હાઈસ્કૂલ ખાતેથી શરૂ થશે અને સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે.હનુમાનજી દાદાના મંદિરને રોશની, લાઈટ, ફૂલથી શણગાર કરવામાં આવ્યા છે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ 3 હજાર દિવડાની મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.