વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિતે કવિ બોટાદકર વિસેનો ખાસ લેખ - At This Time

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિતે કવિ બોટાદકર વિસેનો ખાસ લેખ


વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિતે કવિ બોટાદકર વિસેનો ખાસ લેખ

બોટાદ- કવિ નર્મદના જન્મ દિવસે એટલે કે દર વર્ષે ૨૪ ઓગસ્ટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક અંદાજ મુજબ ગુજરાતી ભાષા ૭૦૦ વર્ષથી પણ જૂની અને દુનિયાના ૫૦ કરતાં પણ વધારે દેશોમાં બોલાય છે. ત્યારે આજે આપણે માહિતી મેળવીશું બોટાદની પાવન ધરતી પર અવતરણ પામનારા અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનેરૂં પ્રદાન કરનારા કવિ બોટાદકર વિશે.

ગૃહ અને ગ્રામજીવનને કવિતાનો વિષય બનાવનાર એવા કવિ બોટાદકરનો જન્મ ૨૭ નવેમ્બર ૧૮૭૦ના રોજ આપણાં બોટાદમાં થયો હતો. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતાક્ષેત્રે રહેલું જોવા મળે છે. તેઓએ ધોરણ છ સુધી અભ્યાસ કર્યો હતો અને 13 વર્ષની ઉંમરે શિક્ષક બન્યા હતા. પોતાના પરિવારની આર્થિક મુશ્કેલી દૂર કરવા તેમણે ઘણાં વ્યવસાયો પર હાથ અજમાવ્યો હતો. વેપાર અને વૈદુંપણ કર્યા હતા પણ તેમાં તેમનો હાથ બેસ્યો નહોતો. ત્યારબાદ તેઓ વર્ષ ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ખાતે ગયા હતા. મુંબઈના નિવાસ દરમિયાન તેમણે ત્યાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. વર્ષ ૧૯૦૭માં તબિયત સારી ન રહેવાના કારણે તેઓએ વતન પરત આવી ફરીથી શિક્ષક તરીકે સેવા બજાવી હતી.

આમ તો તેમની મૂળ અટક શાહ હોવા છતાં વતન પ્રત્યેના પ્રેમના કારણે પોતાની અટક “બોટાદકર” કરી હતી. ત્યારથી તેઓ "કવિ બોટાદકર" નામથી જ પ્રચલિત થયા હતાં. તેઓ ગામઠી ધોતિયું, અંગરખું, ખંભે ખેસ અને આંટીયાળી પાઘડી ધારણ કરવાનું પસંદ કરતા હતાં.

બોટાદકર ગામડાના કવિ હોવાથી તેની કવિતામાં પ્રકૃતિ, પ્રણય અને ગૃહસંસાર જેવા ગ્રામીણતત્વો જોવા મળે છે. ૭ સપ્ટેમ્બર ૧૯૨૪ના રોજ કવિ બોટાદકરે દુનિયાથી વિદાય લીધી હતી.પણ કર્યા હતા પણ તેમાં તેમનો હાથ બેસ્યો નહોતો. ત્યારબાદ તેઓ વર્ષ ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ખાતે ગયા હતા. મુંબઈના નિવાસ દરમિયાન તેમણે ત્યાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. વર્ષ ૧૯૦૭માં તબિયત સારી ન રહેવાના કારણે તેઓએ વતન પરત આવી ફરીથી શિક્ષક તરીકે સેવા બજાવી હતી.

આમ તો તેમની મૂળ અટક શાહ હોવા છતાં વતન પ્રત્યેના પ્રેમના કારણે પોતાની અટક “બોટાદકર” કરી હતી. ત્યારથી તેઓ "કવિ બોટાદકર" નામથી જ પ્રચલિત થયા હતાં. તેઓ ગામઠી ધોતિયું, અંગરખું, ખંભે ખેસ અને આંટીયાળી પાઘડી ધારણ કરવાનું પસંદ કરતા હતાં.

બોટાદકર ગામડાના કવિ હોવાથી તેની કવિતામાં પ્રકૃતિ, પ્રણય અને ગૃહસંસાર જેવા ગ્રામીણતત્વો જોવા મળે છે. ૭ સપ્ટેમ્બર ૧૯૨૪ના રોજ કવિ બોટાદકરે દુનિયાથી વિદાય લીધી હતી.રાસતરંગિણી એ કવિ બોટાદકરનો ‘કલ્લોલિની', ‘સ્ત્રોતસ્વિની’ અને ‘નિર્ઝરિણી’ પછીનો ચોથો કાવ્યસંગ્રહ છે. ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ જેવી પ્રખ્યાત ગરબીએ આ કાવ્યસંગ્રહ રાસતરંગિણીમાં જોવા મળે છે.

કવિ બોટાદકરનો પાંચમો અને મરણોત્તર કાવ્યસંગ્રહ એ શૈવલિની હતો. આ કાવ્યસંગ્રહમાં કવિ બોટાદકર દ્વારા પ્રાચીન સંસ્કૃતિ, ગૃહજીવન અને સમાજજીવનના વિવિધ પ્રસંગો અને ભાવોને આવરી લેવામાં આવ્યા હતાં. 'અભિલાષ' એ તેમની છેલ્લી રચના ગણવામાં આવે છે. જે એક કવ્વાલી પ્રકારની રચના હતી.

આજે વિશ્વ ગુજરાતી દિવસ નિમિત્તે આપણાં બોટાદના રત્ન સમાન કવિ બોટાદકરને શત શત નમન છે. તેમની ઉત્કૃષ્ટ કૃતિઓ આજે પણ અમર છે અને લોકોના હ્રદયમાં વસેલી છે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.