આગામી તા 12.11.22 ને 14.11.22નારોજ રેલ્વેની કામગીરીને લઈ વેરાવળ જબલપુર ટ્રેનનો રૂટ પરિવર્તિત કરવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/y9qg49wm9jk2zudk/" left="-10"]

આગામી તા 12.11.22 ને 14.11.22નારોજ રેલ્વેની કામગીરીને લઈ વેરાવળ જબલપુર ટ્રેનનો રૂટ પરિવર્તિત કરવામાં આવ્યો


12 અને 14 નવેમ્બરની વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ડાઈવર્ટ કરેલા રૂટ પર દોડશે

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર અને ભોપાલ ડિવિઝનના માલખેડી-ગુણા સેક્શન માં આવેલ માલખેડી-મહાદેવખેડી સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામ માટે સૂચિત બ્લોકને કારણે, રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:-

1) વેરાવળથી 12 અને 14 નવેમ્બર, 2022 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ વાયા બીના-કટની મુરવારાને બદલે વાયા ભોપાલ-ઈટારસી થઈને દોડશે.

2) જબલપુરથી 11, 14 અને 18 નવેમ્બર, 2022ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 11466 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ વાયા કટની મુરવારા-બીનાને બદલે ઈટારસી-ભોપાલ થઈને દોડશે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]