સોમનાથ ખાતે જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ ના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ* - At This Time

સોમનાથ ખાતે જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ ના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ* –


સોમનાથ ખાતે જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ ના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ
-
*સુરક્ષા ને વિશેષ પ્રાધાન્ય આપીને ઊભી કરાય છે વ્યવસ્થા, 5 દિવસ સતત ફાયર ફાઇટર, પોલીસ કાફલો રેહશે સ્ટેન્ડબાય*
-------
*સોમનાથમાં ૧૯૫૫ થી યોજાય છે પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો*

સોમનાથ- તા.૦૩,૧૧,૨૦૨૨,

છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે ના શુભ હસ્તે "સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા-2022" નો શુભારંભ કરાયો હતો. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*લોકસંસ્કૃતિ,અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો:-*

મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયા નો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, તેમજ પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

*મેળા દરમિયાન મંદિરના સમયમાં ખાસ ફેરફાર:-*

કાર્તિકી પૂર્ણિમાના મેળાના ૦૫ દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે ૦૧:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. આ વર્ષે પૂનમની તિથિ તા.૦૭ અને ૦૮ નવેમ્બર બન્ને દિવસે હોય શ્રી સોમનાથ મંદિર ૦૭ અને ૦૮ નવેમ્બરે રાત્રે ૦૧:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

*સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ:-*

આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી સીસ્ટમ લગાવવામાં આવી છે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેથી માઇક દ્વારા જન સંપર્ક સરળ અને અસરકારક બની શકે. મેળામાં બંદોબસ્ત અને દેખરેખ માટે પોલીસ વૉચટાવર, પોલીસ કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઇ છે. ઈમરજન્સીના કેસમાં મેળાની ફરતે વ્હીકલ લઈ જઈ શકાય તે માટે પહોળો રસ્તો તૈયાર કરાયો છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ છે, તેમજ સ્ત્રીઓ તથા પુરૂષો માટે અલગ અલગ પોઇન્ટ પર યુરીનલની વ્યવસ્થા કરવામાં આવી છે.

આમ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આવતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ,જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon