ગોંડલનો બુલેટગર પાસા હેઠળ જેલ ના હવાલે - At This Time

ગોંડલનો બુલેટગર પાસા હેઠળ જેલ ના હવાલે


ગોંડલ ભોજરાજપરા જેલ ચોકમાં રહેતો દારૂનો ધંધો કરતો ગૌરવ અરુણભાઈ જેઠવા ઉમર 30 ની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટે તેના વિરુદ્ધ પાસા ના કાયદા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટની કચેરી તરફ મોકલી આપતા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા ગૌરવને અટકાયતમાં લઈ અમદાવાદની મધ્યસ્થ જેલ ના હવાલે કરવાનો હુકમ કરતા એસ પી જયપાલસિંહ રાઠોડ,ડીવાયએસપી પી .એ ઝાલા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ.આર .સંગાડા તથા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા આ પાસાની હુકમની બજવણી કરી મજકુર ઈસમોને પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો આ કાર્યવાહી કરવામાં હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ રઘુવીરસિંહ રાજદિપસિંહ જયદીપસિંહ ખુમાનસિંહ,કુલદીપસિંહ કેસરીસિંહ પણ જોડાયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.