બોટાદ ના શિરવાણીયા પાસે આવેલી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના માલિક સાથે 19.28 લાખની છેતરપિંડી થઈ - At This Time

બોટાદ ના શિરવાણીયા પાસે આવેલી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના માલિક સાથે 19.28 લાખની છેતરપિંડી થઈ


શિરવાણીયા પાસે આવેલી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના માલિક સાથે 19.28 લાખની છેતરપિંડી થઈ

બોટાદના શિરવાણીયા ગામ પાસે આવેલી કોટેશ્વર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના માલિક પાસેથી સુરતના 3 ગઠિયાએ સીંગતેલના 650 ડબ્બા મંગાવી રૂ. 19,28,062ની રકમ ન ચુકવીને છેતરપિંડી કરી હતી. રાજકોટના વીંછીયા તાલુકાના છનાળી ગામે રહેતા મહાદેવભાઈ કરશનભાઈ હરણીયાને બોટાદના હડદડ-ભદ્રાવડી રોડ ઉપર શિરવાણીયા ગામ ખાતે ભાગીદારી પેઢીમાં કોટેશ્વર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે. ગત ડિસેમ્બર મહિનામાં સુરતના કિશોર દેસાઈએ તેમનો સંપર્ક સાધીને આશરે 74,000 રૂપિયાનો પ્રથમ ઓર્ડર લખાવ્યો હતો અને તેનં ુ પેમેન્ટ કર્યું હતું.ત્યારબાદ તા. 28-12-22ના રોજ 650 નંગ ડબ્બાનો ઓર્ડર લખાવ્યો હતો. જેથી મહાદેવભાઈ, તેમના ભત્રીજા કાર્તિકભાઈ અને તેમના મામાના દીકરા મિલન હરીપરા સાથે સુરત ગયા હતા. કિશોરે તેના પાર્ટનર સંજય મનસુખભાઈ ગજેરા સાથે તેમની મુલાકાત કરાવેલી અને બીજા પાર્ટનર જગદિશ શંભુભાઈ જોગાણી બહાર ગયા હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ ડિલ નક્કી કરેલી અને કિશોર દેસાઈએ આ બિલનું પેમેન્ટ બીજા દિવસે સવારે તેના પાર્ટનર જગદિશભાઈ શંભુભાઈ જોગાણીના નામની સહી કરેલો કોરો ચેક આપીને કર્યું હતું. સાથે જ તેલના ડબ્બાની ડિલિવરી થયાના બીજા દિવસે ચેક નાખવાનું કહ્યું હતું.મહાદેવભાઈએ કિશોર દેસાઈ પાસે ડિસ્ટ્રીબ્યુટર ફોર્મ અને જીએસટીએન નંબરના આધાર પુરાવા માગતા તેમણે કુરિયર મારફતે મોકલાવ્યા હતા. જેમાં ફર્મ રાધે એન્ટરપ્રાઈઝ, સેન્ટર- કતારગામ, કોન્ટેક પર્સન- કિશોભાઈ દેસાઈ, વ્રજ કોમ્પલેક્ષ, દુ.નં.3, જમના પાર્ક સોસાયટીની બાજુમાં કોઝ-વે રોડ, કતારગામ સુરત-6 એવી રીતની વિગત હતી. સાથે જ જગદીશભાઈ જોગાણીની સહી સાથે તેમનું સરનામું અને આધાર સહિતના પુરાવા મોકલ્યા હતા.આથી 650 નંગ તેલના ડબ્બા રઘુવીર ટ્રાન્સપોર્ટ મારફતે તા. 4/1/23ના રોજ મોકલી આપ્યા હતા. જોકે તેના નાણા પેટેનો રૂ.19,28,062 જીએસટી સાથેનો ચેક બેંકમાં બાઉન્સ થયો હતો. કિશોર દેસાઈ ફોન ન ઉપાડતો હોવાથી રઘુવીર ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરને સાથે રાખી તપાસ કરતાં જ્યાં તેલના ડબ્બા ઉતારવામાં આવ્યા હતા ત્યાં ગોડાઉનના બદલે દુકાન હોવાનું સામે આવ્યું હતું. તે દુકાન પણ અડધો દિવસ બાદ ખુલ્લી મુકીને શખ્સો નાસી ગયા હતા. ઉપરાંત કતારગામ પાસેની નીલકંઠ ટ્રેડિંગ દુકાન પણ ભાડેથી હતી અને 10-15 દિવસથી બંધ હોવાથી વિશ્વાસઘાત, છેતરપિંડી થયાનં હોવાનું માલુમ થયું હતું.

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.