ખરીફ પાકોમાં ફૂગ અને જીવાતોનો ઉપદ્રવ અટકાવવા નીચે મુજબના પગલા ભરવા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xzeqmmkimnnokzmq/" left="-10"]

ખરીફ પાકોમાં ફૂગ અને જીવાતોનો ઉપદ્રવ અટકાવવા નીચે મુજબના પગલા ભરવા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.


વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ખરીફ પાકોમાં રોગચાળો વકરવા અંગે અત્રેની જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મોડાસા દ્વારા મગફળી/કપાસ/સોયાબીન/દિવેલા/મકાઇ જેવા ખરીફ પાકોમાં ફૂગઅને જીવાતોનો ઉપદ્રવ અટકાવવા નીચે મુજબના પગલા ભરવા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.
જીવાત નિયંત્રણ
પાન કોરીયું
પાનકોરીયાની આગોતરી હાજરીજાણવા તેમજ નિયંત્રણ માટે ખેતરમાં ૨૫ ફેરોમોન ટ્રેપ/હેકટર પ્રમાણે રાખવા.
પાન કોરી ખાનારી જીવાતોના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫ મિ.લી./લીટર તથા સાબુનો પાવડર ૧ ગ્રામ/લીટર પ્રમાણે પાણીમાં નાખીને અથવા ૫% લીંબોળીના બીજનો અર્ક નો છંટકાવ કરવો.
જો જરૂરીયાત જણાય તો પાનકોરીયા ઈયળોના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૨૦ ઈસી ૨ મિ.લી./લીટર અથવા સ્પીનોસેડ ૪૫ એસસી ૦.૩ મિ.લી./લીટર અથવા ફ્લુબેન્ડામાઈડ ૪૮૦ એસસી ૦.૨ મિ.લી./લીટર અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨ મિ.લી./લીટર પ્રમાણે પાણીમાં નાખીને કોઈપણ એક દવાનો છંટકાવ કરવો.
જો જરૂરીયાત જણાય તો પાનકોરીયા ઈયળોના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૨ મિ.લી./લીટર અથવા સ્પીનોસેડ ૪૫ એસસી ૦.૩ મિ.લી./લીટર અથવા ફ્લુબેન્ડામાઈડ ૪૮૦ એસસી ૦.૨ મિ.લી./લીટર અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨ મિ.લી./લીટર પ્રમાણે પાણીમાં નાખીને કોઈપણ એક દવાનો છંટકાવ કરવો.

લશ્કરી ઈયળ
લશ્કરી ઈયળો ની આગોતરી હાજરી જાણવા તેમજ નિયંત્રણ માટે ખેતરમાં ૧-૨ પ્રકાશ પિંજર હેક્ટર અને ૧૦ ફેરોમોન ટ્રેપ/હેક્ટર પ્રમાણે રાખવા.
લશ્કરી ઇયળના નિયંત્રણ માટે ખેતરમાં છોડવા. લીલી તેમજ લશ્કરી ઈયળ ના નિયંત્રણ માટે બજારમાં મળતા ન્યુક્લિયર પોલીહાયડ્રોસીસ નામના વિષાણું (ઍન પી વી) નુ દ્રાવણ ૪ મિ.લી./૧૦ લીટર પાણીમાં ઓગળીના સાંજના સમયે છંટકાવ કરવો.
લશ્કરી ઈયળોના નિયંત્રણ માટે કમોદનું ભૂસુ ૧૨.૫ કિલોગ્રામ + ગોળ ૨.૫ કિલોગ્રામ + કાર્બારીલ ૫૦ ડબલ્યુપી ૧.૨૫ કિલોગ્રામ મુજબ લઈને તેને બરાબર ભેળવીને પ્રલોભીકા બનાવીને જમીનપર વેરવી.

લાલ કાતરા ઈયળ
કાતરા ઈયળોનો ફેલાવો અટકાવવા માટે ખેતરને ફરતે ઊંડી ખાઈ ગાળવી અને તેમાં કાર્બારીલ ૫૦ ડબલ્યુપીપાવડરનો ૫% મુજબ છંટકાવ કરવો.
લશ્કરી ઈયળ ના નિયંત્રણ માટે બજારમાં મળતું ન્યુક્લિયર પોલીહાયડ્રોસીસ નામના વિષાણું (ઍન પી વી) નુ દ્રાવણ ૩ મિ.લી./૧૦ લીટર પાણીમાં ઓગળીના સાંજના સમયે છંટકાવ કરવો.

લીલી ઈયળ
લીલી ઈયળના નિયંત્રણ માટે બજારમાં મળતા બેસીલસ થુરેનજીએનસીસ નામના જીવાણુંના પાવડરનો ૨ ગ્રામ/લીટર પ્રમાણે પાણીમાં ઓગાળીને સાંજના સમયે છંટકાવ કરવો.
બીવેરીયા બેઝીયાના નામની ફૂગનો છંટકાવ ૨ ગ્રામ/લીટર પ્રમાણે પાણીમાં ઓગાળીને સાંજના સમયે કરવાથી લીલા ઈયળ નું નિયંત્રણ કરી શકાય છે.
લીલી ઈયળ ના નિયંત્રણ માટે બજારમાં મળતું ન્યુક્લિયર પોલીહાયડ્રોસીસ નામના વિષાણું (ઍન પી વી) નુ દ્રાવણ ૪ મિ.લી./૧૦ લીટર પાણીમાં ઓગળીના સાંજના સમયે છંટકાવ કરવો.

મોલોમશી, તડતડીયા અને થ્રીપ્સ
ઈમીડાક્લોપ્રીડ (૧૭.૮ એસ.એલ) ૪ મીલી અથવા થાયોમીથોક્ઝામ (૨૫% વે.ગ્રે.) ૪ ગ્રામ અથવા એસીટામીપ્રીડ (૨૦% એસ.પી) ૨ મીલી અથવા ડાયમીથોએટ (૩૦% ઇસી) ૧૦ મીલી પૈકી કોઇપણ દવાનો ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
સફેદમાખી:
ટ્રાયઝોફોસ (૪૦% ઇસી) ૧૫ મીલી અથવા એસીફેટ (૭૫% એસ.પી.) ૧૫ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

રોગ નિયંત્રણ:
થડનો સુકારો (સફેદ ફૂગ)
ઉનાળામાં ઉંડી ખેડ કરી આગલા પાકના રોગના અવશેષો અને ફૂગને ઓછામાં ઓછી ૧૦સે.મી.થી વધારે ઉંડાઇએ દાટી દેવી જોઇએ.
બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ કેપ્ટાન/થાયરમ/મેન્કોઝેબ દવાનો પટ આપીને વાવેતર કરવું.
ટપકાના રોગથી પાન ખરી પડે તો સફેદ ફૂગને ખોરાક મળે છે અને આ રોગ વધે છે. ટપકાને કારણે પાન ખરી પડે તો તે માટે દવા નો છંટકાવ કરવો.
ટ્રાયકોડર્મા કલ્ચર વાવણી સમયે ચાસમાં આપી શકાયેલ ન હોય તો વાવણી બાદ ૩૦ દિવસે ૧ પમ્પમાં ૫૦ ગ્રામ પ્રમાણે છોડના મૂળની આસપાસ રેડી શકાય.
મૂળનો સુકારો
ઉનાળામાં ઉંડી ખેડ કરવી.
મગફળીના વાવેતર બાદ વરસાદ ખેચાય ત્યારે જમીનમાં પિયત આપવુ તેથી જમીનનુ ઉષ્ણતામાન ઘટાડી શકાય અને રોગ કાબૂમાં લઇ શકાય.
ટીક્કા
કાર્બેન્ડેઝીમ ૫૦% (૫ ગ્રામ) અથવા મેન્કોઝેબ ૭૫% (૨૫ ગ્રામ) ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૩૫, ૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવો

ઉપરોક્ત કારણો સિવાય તત્વોની ખામીના કારણે મગફળીમાં પીળાશ દેખાય ત્યારે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટની સાથે ૧૦ ગ્રામ સાયટ્રીક એસીડ (લીંબુના ફુલ) ૧૦ લીટર પાણીમાં ઓગાળી લગભગ ૫૦૦ લીટર પાણીનું દ્રાવણ બનાવી પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ આઠ થી દસ દિવસના અંતરે કરવો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]