વિસાવદર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી પ્રજાજનો ત્રાહિમામ - At This Time

વિસાવદર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી પ્રજાજનો ત્રાહિમામ


વિસાવદર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી પ્રજાજનો ત્રાહિમામ

વિસાવદર શહેરમાં આજકાલ રખડતા ઢોરની સમસ્યા ખુબ વધતી જાય છે. જેના કારણે લોકો પરેશાન થાય છે. વિસાવદરના જુના બસ્ટેન્ડ ચોક, શાક માર્કેટ વિસ્તાર, સરદાર પટેલ ચોક વગેરે વિસ્તારોમાં રખડતા ઢોર આખલાઓનો ત્રાસ ખુબજ છે, જેના કારણે જાહેર માર્ગો પર તેમજ બજારોમાં ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થાય છે, ઘણી વખત આ રખડતા આખલાઓના અંદરોઅંદર ઝગડાને કારણે લોકો તેમજ પાર્કિંગ વિસ્તારોમાં પાર્ક કરેલા નાના મોટા વાહનોને પણ નુકસાન પહોંચાડે છે. ત્યારે આવા બનાવો અવારનવાર બનતા હોવા છતાં સ્થનિક તંત્ર આ બાબતે કોઈપણ કાર્યવાહી કરતા નથી. લોક ચર્ચા પ્રમાણે ભવિષ્યમાં આ રખડતા ઢોર આખલાઓ ગયોથી કોઈ અકસ્માત કે જાન હાનિ થાય તો જવાદાર કોણ ? એ પ્રસ્ન ઉઠી રહીયો છે.માટે સ્થાનિક તંત્રએ આ રખડતા ઢોરની સમસ્યા દયાને લઈ આગળની કાર્યવાહી કરે તેવી લોકમાંગણી થઇ રહી છે.

રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.