દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય કૃમિ દિવસ ઉજવવામાં આવ્યો - At This Time

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય કૃમિ દિવસ ઉજવવામાં આવ્યો


સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે રાષ્ટ્રીય કૃમિ દિવસ ઉજવવામાં આવ્યો

આપણા દેશમાં દર વર્ષે 10 ફેબ્રુઆરી ના રોજ રાષ્ટ્રીય કૃમિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધીના તમામને કૃમિની ખુબ જ ગંભીર અસર થતી હોય છે. કૃમિ યજમાનના શરીરમાંથી પોષણ મેળવી ને પોતાનો વિકાસ કરે છે. પરિણામે પોષણક્ષમ આહાર ખાવા છતાં બાળકોનું શરીર નબળું રહે છે. આ દિવસની ઊજવણીના ભાગરૂપે ગઈ કાલે સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આરોગ્ય વિભાગ દ્વારા *albendazol* ની આખી ગોળી આપવામાં આવી હતી.આ ડ્રગ્સ કૃમિના ઈંડા પર કોઈ અસર કરતું નથી પરિણામે 10 દિવસ બાદ ફરીથી આ ગોળીનો અડધો ડોઝ 5 વરસથી નાના બાળકોને અને એક ડોઝ 5 વરસથી મોટી ઉંમરના તમામને આપવામાં આવે તો સંપૂર્ણ રીતે કૃમિ મુક્ત શરીર થઈ જાય છે. આ પ્રશંસનીય કામગીરી કરનાર દાંતા તાલુકાની તમામ આરોગ્ય વિભાગની બહેનોનો અને દાંતા તાલુકા હેલ્થ વિભાગનો સર ભવાનીસિંહ વિદ્યાલય શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.