માંગરોળ માં સામાજિક સમરસતા ગતિવિધિ અને વાલ્મિકી સમાજ દ્વારા વાલ્મિકી જયંતી ની ઉજવણી - At This Time

માંગરોળ માં સામાજિક સમરસતા ગતિવિધિ અને વાલ્મિકી સમાજ દ્વારા વાલ્મિકી જયંતી ની ઉજવણી


કરોડો હ્ર્દય માં બિરાજમાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને શ્રી રામ ને સનાતન હિન્દૂ સંસ્કૃતી માં એક ભાવના સભર સ્થાન અને હિન્દૂ સભ્યતા માં જન્મ થી મરણ સુધી શ્રી રામ નો નાદ ગુંજતો હોય છે. જીવન દરમ્યાન કોઈ મળે ત્યારે રામ ઘર માં કોઈ ને ઇજા થાય તો હે રામ, જ્યારે કોઈ સારા કામે જતા હોય ત્યારે રામ રક્ષા કરે એવા આશીર્વાદ અને મરણ બાદ રામ બોલો ભાઈ રામ આ શ્રી રામ
અને વાલ્મિકી ઋષિ નો અતૂટ અને ગહેરો સબંધ છે.
વાલ્મિકી રામાયણ ના રચયિતા વાલ્મિકી ઋષિ હતા અને તેઓ એ શ્રી રામ ની મહિમા ગાયેલી
આજરોજ વાલ્મિકી જયંતિ નિમિતે વાલ્મિકી વાસ માં સુંદર ઉજવણી કરવા માં આવી જેમાં સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી ગીરીશભાઈ વાળા એ કરેલું
કાર્યક્રમ માં શહેર ભાજપા પ્રમુખ લીનેશભાઈ સોમૈયા,જિલ્લા બક્ષીપંચ મોરચા માં બાબુભાઇ મકવાણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિભાગ અધિકારી જીતુભાઇ સાલસિયા,તાલુકા કાર્યવાહ કેતન ભાઈ નરશણા, નગર સેવા સદન પૂર્વ કોર્પોરેટર ભાણજીભાઈ ગોહેલ તેમજ અનેક લોકો બહેનો આગેવાનો આ કાર્યક્રમ માં જોડાયેલા

સૌ પ્રથમ પૂજ્ય વાલ્મિકી ઋષિ ને પુષ્પ ચડાવી અને ત્યાર બાદ દીપ પ્રાગટય સાથે કાર્યક્રમ ની શરૂઆત કરેલી અને બાદ માં બહેનો દ્વારા બે મિનિટ શ્રી રામધૂન ગવાયેલી ત્યાર બાદ

જિલ્લા બક્ષીપંચ મોરચા ના બાબુભાઇ મકવાણા એ આભાર વિધિ અને કાર્યક્રમ ઉચિત ઉદભોધન કરેલું

આયોજન વાલ્મિકી સમાજ તેમજ વિભાગ સામાજિક સમરસતા ગરતિવિધિ દ્વારા કરવા માં આવેલું

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.