બોટાદમાં પ્રથમ વાર નવ નિર્મિત હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન - At This Time

બોટાદમાં પ્રથમ વાર નવ નિર્મિત હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન


બોટાદમાં પ્રથમ વાર નવ નિર્મિત હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન

વિજયા દસમીના પવિત્ર અને પાવન દિવસે શક્તિ રૂપે હથિયારનું પૂજન કરવામાં આવતું હોય છે, ત્યારે બોટાદ જિલ્લા પોલીસ વડા દ્રારા બોટાદ જિલ્લાની નવ નિર્મિત કચેરી ખાતે પ્રથમ વખત શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વેદિક મંત્રોચ્ચાર સાથે વિધિ પૂર્વક શાસ્ત્રોનું પૂજન કરવામાં આવેલ હતું. પોલીસ કર્મચારીને લોકોની રક્ષા કરવા માટે મળતા હથિયારનું પૂજન સમયે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી ખાસ હાજર રહ્યા હતા. તો જિલ્લા પોલીસ વડા દ્રારા દશેરા નિમિતે તમામને શુભેચ્છા સાથે શુભકામના પાઠવી હતી

Report, Nikunj Chauhan.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.