સાયલા ના ખીટલા ગામનું નું ગૌરવ બીજલભાઈ નાકીયા આર્મી તરીકે ની ફરજ પૂર્ણ કરી વતન માં આગમન. - At This Time

સાયલા ના ખીટલા ગામનું નું ગૌરવ બીજલભાઈ નાકીયા આર્મી તરીકે ની ફરજ પૂર્ણ કરી વતન માં આગમન.


દેશની રક્ષા માટે આર્મી જવાનો કાયમ માટે ઉજાગર રહે છે. એમના પરિવારની પર્વા કર્યા વગર દેશ માટે ફરજ બજાવે છે.
ત્યારે સાયલા તાલુકાના ખીટલા ગામના વતની બીજલભાઈ જાગાભાઈ નાકીયા પોતાની આર્મી તરીકે ની 17 વર્ષની ફરજ પૂર્ણ કરી ને પોતાના વતન આવી રહ્યા છે. જે ખીટલા ગામનું ગૌરવ છે. તેમને આવકારવા માટે ગામલોકો દ્વારા વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતા, જેમાં ખીટલા ના બોર્ડ થી ગામ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બાદમાં બીજલભાઈ સૌ પ્રથમ ખીટલા ગામના રામજી મંદિર ના દર્શન કરી વડીલો તથા ગ્રામજનોના આશીર્વાદ લીધા હતા, ખીટલા કુમાર શાળા માં બીજલભાઈ નાકીયા ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
બીજલભાઈ નાકીયા ના સ્વાગત માટે નું આયોજન શ્રી કેળવણી મંડળ ખીટલા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ખીટલા ગ્રામપંચાયત તથા ગ્રામજનો નો પણ સહકાર મળ્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.